ગરીબ બેઘર માણસ કૂતરા સાથે શાંતિથી ઊંઘ લેતો જોવા મળ્યો, દુનિયાને આપી આ ખૂબસૂરત શીખ

  • કહેવાય છે કે વ્યક્તિ દીલથી અમીર હોવો જોઈએ. જો તેનું દીલ મોટું હોય તો તે પોતાની હેસીયતથી પણ વધુ બીજાને મદદ કરે છે. તમે એ પણ નોંધ્યું હશે કે મોટાભાગના ગરીબ લોકોનું દિલ મોટું જ હોય છે. તે અન્ય લોકો સાથે સારી રીતે વર્તે છે. ખાસ કરીને જ્યારે તમે તેમના ઘરે જાવ ત્યારે તમારું સ્વાગત કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેની પાસે પોતાનું ઘર નથી છતાં પણ તેણે ઘણા લાચાર પ્રાણીઓને આશ્રય આપ્યો છે.
  • બેઘર વ્યક્તિએ મુંગા પ્રાણીઓને આપ્યો આશ્રય
  • વાસ્તવમાં આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં આપણે એક બેઘર વ્યક્તિને રસ્તા પર સૂતેલો જોઈ શકીએ છીએ. આ વ્યક્તિએ રસ્તા પર જૂની ચાદર પાથરી છે. તડકાથી બચવા માટે નજીકમાં એક છત્રી પણ રાખવામાં આવી છે. હવે અહીં રસપ્રદ વાત એ છે કે તેમના આ નાનકડા ઘરમાં તેમણે ઘણા મૂંગા પ્રાણીઓને આશ્રય આપ્યો છે. ઘણા કૂતરાઓ તેની પાસે આરામ કરી રહ્યા છે.
  • અહીં નોંધવા જેવી વાત એ છે કે આ વ્યક્તિ પાસે કંઈ નથી. પરંતુ તેમ છતાં તેનું દીલ એટલું મોટું છે કે તે બધા મૂંગા પ્રાણીઓની સંભાળ લે છે. તેને તેના ઘરમાંથી કાઢી મુક્યા નહિ. જ્યારે આપણા ઘરે કૂતરા આવે તો આપણે તેને પહેલી તકે બહારનો રસ્તો બતાવીએ છીએ. ઉનાળો હોય, ઠંડી હોય કે વરસાદની ઋતુ હોય. આપણે કોઈ લાચાર પ્રાણીને આશ્રય આપતા નથી.
  • દ્રશ્ય જોઈને ભાવુક થયા લોકો
  • આ માણસ પાસેથી આપણે ઘણું શીખી શકીએ છીએ. તે આપણને શીખવે છે કે જો આપણું દીલ મોટું હોય તો આપણે બધા સાથે મળીને સારી રીતે જીવી શકીએ છીએ. જો આપણે એકબીજાને મદદ નહીં કરીએ તો કોણ કરશે? કદાચ ભગવાને આપણને આ ધરતી પર એટલા માટે મોકલ્યા છે કે આપણે બીજાની મદદ કરીને તેમના દુઃખને ઓછું કરી શકીએ. આ ચિત્ર આપણને ઘણું શીખવે છે. IFS ઓફિસર સુશાંત નંદા પણ આ વાત સારી રીતે સમજી ગયા છે.
  • IFS સુશાંત નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ તસવીર શેર કરી છે. તેની સાથે લખ્યું હતું કે "આ વિશાળ વિશ્વને સમાવવા માટે આટલું મોટું દીલ હોવું જરૂરી છે." જનતાને તેમની વાત ખૂબ જ પસંદ આવી. આ ટ્વીટ પર તે પણ પોતાની પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા. એક યુઝરે લખ્યું "કાશ હું પણ આટલી શાંતિથી સૂઈ શકું." બીજાએ કહ્યું “ભગવાન અહીં જ છે. પૃથ્વી પર આપણી વચ્ચે. અલગ-અલગ રૂપમાં આપણી મદદ કરે છે.
  • બસ આ રીતે બધાએ આ વ્યક્તિના ખૂબ વખાણ કર્યા.

Post a Comment

0 Comments