
- સોશિયલ મીડિયા પર એક ખૂબ જ આશ્ચર્યજનક વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વીડિયોમાં કૂતરા અને ખતરનાક સાપ વચ્ચે લડાઈ જોવા મળી રહી છે.
- તમે પણ અવારનવાર આવા વિડીયો જોયા હશે જેમાં સાપ કોઈ પ્રાણી પર હુમલો કરતા કે કોઈ પ્રાણીનું કામ તમામ કરતા જોયો હશે. પરંતુ તમે ભાગ્યે જ એવો વીડિયો જોયો હશે જેમાં કૂતરો સાપ પર હુમલો કરે છે. આ અનોખા વીડિયાને સોશિયલ મીડિયા પર પણ ઘણા વ્યૂ મળી રહ્યો છે.
- સાપે કર્યો પોપટ પર હુમલો!
- આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ખતરનાક સાપ પક્ષીઓના પિંજરામાં ઘૂસીને તેમનો ખેલ ખતમ કરવાનો હતો. ત્યારે જ ઘરનો કૂતરો તેના મિત્રોનો જીવ બચાવવા ત્યાં પહોંચે છે અને તે પછી જે થયું તે જોઈને તમે પણ ચોંકી જશો. સૌથી પહેલા તો તમારે આ વીડિયો જોવો જોઈએ જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
- કૂતરો સાપ સાથે લડ્યો
- પોપટ સાપને તેની નજીક આવતો જોઈને ગભરાઈ જાય છે. જેવો સાપ પોપટ પર હુમલો કરે છે કે તે પહેલા કૂતરો સાપ સાથે લડે છે. પોતાના જીવની પરવા કર્યા વિના કૂતરો સાપની પૂંછડી પકડીને પાંજરામાંથી બહાર ખેંચી લે છે. કૂતરો સાપને ઘણી વખત કરડે છે અને સાપની અકલ ઠેકાણે લાવે છે. આ વીડિયો જોયા પછી ઘણા લોકોને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવી રહ્યો.
- ચોંકાવનારો વીડિયો
- આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 30 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. આટલું જ નહીં લાખો લોકોએ (સોશિયલ મીડિયા યુઝર્સ) વીડિયોને લાઈક કર્યો અને હજારો લોકોએ તેના પર કોમેન્ટ પણ કરી. ઘણા લોકો કૂતરાને વફાદાર અને બહાદુર કહેતા જોવા મળ્યા હતા.
0 Comments