પપ્પાએ બાળક સાથે કર્યો એવો સ્ટંટ કે ઈન્ટરનેટ પર વીડિયો જોઈને લોકો રહી ગયા હકકા પક્કા!

  • બાળક તેના માતાપિતાના જીવનની સૌથી મોટી ખુશી છે. તેના માટે માતાપિતા શું નથી કરતા તેઓ તેની ખુશી અને સલામતી માટે બધું બલિદાન આપવા તૈયાર હોય છે. ઘણા માતા-પિતાનું તેમના બાળકો સાથે એવું બોન્ડિંગ જોવા મળે છે જાણે તેઓ મિત્રો હોય. બીજી તરફ જો માતા અને પિતાના પ્રેમ વચ્ચેના તફાવતની વાત કરીએ તો માતા હંમેશા બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખે છે પરંતુ કેટલાક પિતા બાળકોને બોલ્ડ બનાવવાના ઉત્સાહમાં વધુ પડતી બહાદુરી બતાવે છે.
  • ટ્વિટરના @Gulzar_sahab પર એક પિતાનો વિડીયો વાયરલ થયો હતો જે બાળકને હાથમાં લઈને તેને આવો સ્ટંટ કરાવ્યો કે જોવા વાળનો શ્વાસ અધ્ધર થઇ ગયો. પિતા ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતા હતા પરંતુ જોનારાઓની હાલત ટાઈટ થઇ ગઈ હતી અને બાળક સાથેના આવા સ્ટંટ વિશે પિતાને ઘણું ખરાબ કહેવામાં આવ્યું હતું. વીડિયોને 3.54 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.
  • પિતાએ બાળકને હવામાં ઉછાળતા અટકી ગયા લોકોના શ્વાસ
  • પોતાના બાળક સાથે આવો સ્ટંટ કરતા પિતાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેને લોકોના દિલ ગાળામાં અટકાવી દીધા છે. તે વિડિયોમાં દેખાતુ બાળક ઘણું નાનું છે જેને એક વ્યક્તિ પોતાની હથેળી પર ઉભો રાખે છે અને પહેલા ઉપર-નીચે ડાન્સ કરાવે છે અને પછી હવામાં કંઈક આ રીતે ઉછાળે છે કે લોકોના શ્વાસ અટકી જાય છે. બાળક સાથે આ સ્ટંટ કરીને પિતા ભલે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હોય પરંતુ એક માનવી અને માતા-પિતા તરીકે લોકો તેના આ કૃત્યને બેજવાબદાર ગણાવી રહ્યા છે. યુઝર્સ કહે છે કે બધું બરાબર હતું તેથી જ પિતા હસી રહ્યા છે પરંતુ જો સંતુલન સહેજ પણ બગડ્યું હોત તો બાળક સાથે કંઈપણ થયુ હોત.
  • ઉત્સાહી પિતા બાળકને કરાવ્યો ડરાવનાર સ્ટંટ
  • પિતાએ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે બાળકને હવામાં ઉછાળવાનો સ્ટંટ બતાવ્યો અને વીડિયો પણ શેર કર્યો. પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના વખાણ થવાને બદલે લોકો તેના પિતાની આવી હરકતો પર તોબા તોબા કરવા લાગ્યા. મોટા ભાગના લોકોએ તેને વીડિયો પર કોસ્યા છે અને કોઈપણ બાળક સાથે આવું કૃત્ય કરવું બિલકુલ ખોટું ગણાવ્યું છે. આ વીડિયોને 3.54 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. જે કોઈ પણ વ્યક્તિ આ જોઈ રહ્યું છે તેને બાળકો સાથે આવા કૃત્યો કરવા સામે ચેતવણી આપવામાં આવી રહ્યા છે.

Post a Comment

0 Comments