મોડી રાત્રે યુવતી ચાલતી ગાડીના બોનેટ પર કરતી હતી આવું કામ, પોલીસે યાદ કરાવી દીધી નાની

  • વાહન ચલાવવું એ એક જવાબદારીનું કામ છે. જો આપણે રસ્તા પર વાહન ચલાવીએ તો ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવાની જવાબદારી આપણી છે. આપણી એક નાનકડી ભૂલ કે બેદરકારીને કારણે બીજાનો જીવ પણ જઈ શકે છે. અથવા કોઈ ગંભીર રીતે ઘાયલ થઈ શકે છે. પરંતુ આમ છતાં કેટલાક લોકો તેમની હરકતોથી બાઝ નથી આવતા. તેઓ તેમના તેમજ અન્ય લોકોના જીવનને જોખમમાં મૂકી દે છે.
  • કાર પર સ્ટંટ કરવો છોકરીને પડ્યો મોંઘો
  • 5 નવેમ્બરના રોજ નોઈડામાં એક છોકરીનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં આ યુવતી કારના બોનેટ પર બેસીને સ્ટંટ કરતી જોવા મળી હતી. તે એક ખતરનાક સ્ટંટ હતો. જેના કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. આ ઉપરાંત ટ્રાફિકના નિયમોનું પણ સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં વીડિયો વાયરલ થયા બાદ ઘણા લોકોએ યુવતી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
  • પોલીસે જપ્ત કરી કાર
  • હાલમાં જ નોઈડા પોલીસે કારના બોનેટ પર બેસીને સ્ટંટ બતાવનારી આ યુવતી સામે કાર્યવાહી કરી છે. આ સાથે પોલીસે તે વાહન પણ જપ્ત કરી લીધું છે જેમાં યુવતી સ્ટંટ કરી રહી હતી. પોલીસે યુવતી સામે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કેસ નોંધ્યો છે. આ જાણકારી નોઈડા પોલીસના ADCP આશુતોષ દ્વિવેદીએ આપી છે.
  • યુવતી સામે નોંધવામાં આવ્યો કેસ
  • એડીસીપીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે પોલીસ સ્ટેશન સેક્ટર 113 વિસ્તારમાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક યુવતી ચાલતા વાહનના બોનેટ પર બેસીને ખતરનાક સ્ટંટ બતાવી રહી છે. આનાથી કોઈને પણ નુકસાન થઈ શકે છે. અમે આ કેસમાં વાહન જપ્ત કર્યું છે. અને સ્ટંટ કરનાર યુવતી સામે કાર્યવાહી કરવામાં આવી છે.
  • પોલીસે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર કબજે કરી છે. પોલીસની આ કાર્યવાહીથી જનતા ખુશ છે.
  • બાય ધ વે આવા મોટા ભાગના કેસોમાં માત્ર છોકરાઓ જ કાર પર સ્ટંટ કરતા જોવા મળે છે. એવું ખુબ ઓછું જોવા જ્યારે કોઈ છોકરી કાર પર ખતરનાક સ્ટંટ બતાવતી હોય છે. જો કે તે છોકરો હોય કે છોકરી જે વીડિયો વાયરલ થાય છે પોલીસ તેના પર ચોક્કસ પગલાં લે છે.

Post a Comment

0 Comments