પિતાની બર્થ એનિવર્સરી પર ઐશ્વર્યાએ શેર કરી ભાવુક પોસ્ટ, પિતાને યાદ કરીને લખ્યું, 'હેપ્પી બર્થ ડે અજજા'

  • પૂર્વ વિશ્વ સુંદરી રહી ચુકેલી બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન જે તેના અંગત જીવનને ખૂબ જ ખાનગી રાખે છે જો કે તેના ચાહકો હંમેશા તેમની પ્રિય અભિનેત્રી વિશે જાણવા ઉત્સુક હોય છે. બીજી તરફ ઐશ્વર્યા રાય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની અને તેના પરિવારની લેટેસ્ટ તસવીરો અને વીડિયો પોસ્ટ કરે છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે.
  • આ દરમિયાન તાજેતરમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને તેમની પ્રિય પુત્રી આરાધ્યા બચ્ચનનો 11મો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો અને આ પ્રસંગે ઐશ્વર્યા અને અભિષેકે એક ભવ્ય જન્મદિવસની પાર્ટીનું પણ આયોજન કર્યું હતું જેમાં ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી અને ઘણી તસવીરો અને વિડિઓ સામે આવી હતી. આરાધ્યા બચ્ચનના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
  • આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પિતા કૃષ્ણરાજ રાયને તેમની પુણ્યતિથિ પર યાદ કરીને એક સુંદર તસવીર શેર કરી છે અને આ ફોટામાં ઐશ્વર્યા રાય બચ્ચન સાથે આરાધ્યા બચ્ચન પણ ખૂબ જ ક્યૂટ અંદાજમાં જોવા મળી રહી છે. અને તેમની પાછળ પિતા કૃષ્ણરાજ રાયની તસવીર જોવા મળી રહી છે. ઐશ્વર્યા રાય બચ્ચન તેના પિતા કૃષ્ણરાજ રાયની ખૂબ જ નજીક છે અને તે દરેક પ્રસંગે તેના પિતાને યાદ કરે છે.
  • પિતાની પુણ્યતિથિના અવસર પર ઐશ્વર્યા રાયે તેમના પિતાને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ઐશ્વર્યાએ આ અવસર પર તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથેની એક તસવીર શેર કરી છે જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે “પપ્પાની યાદમાં પ્રાર્થના અને પ્રેમ... હેપ્પી બર્થડે ડિયર ડેડી-અજજા. પ્રેમ પ્રેમ અને ઘણો પ્રેમ હંમેશા. ભગવાનના આશીર્વાદ તમારા પર બની રહે.’ ઐશ્વર્યા રાયની આ પોસ્ટ પર તેના તમામ ચાહકો સતત કોમેન્ટ કરી અને પોત-પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. ઐશ્વર્યાએ આ પોસ્ટમાં તેના પિતાની ઝલક પણ બતાવી છે.
  • ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને તાજેતરમાં જ તેમની પુત્રીનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો અને આ પ્રસંગે ઐશ્વર્યા બચ્ચને તેની પુત્રી આરાધ્યા માટે એક ભવ્ય જન્મદિવસની પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી અને પાર્ટીની રોનક વધારી હતી. બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ તેની પત્ની જેનેલિયા ડિસુઝા અને બંને બાળકો સાથે આ પાર્ટીમાં હાજરી આપી હતી અને ત્યરે સોનાલી બેન્દ્રે પણ આ પાર્ટીમાં જોવા મળી હતી. જયા બચ્ચન પણ પોતાની પૌત્રીને આશીર્વાદ આપવા માટે આ બર્થડે પાર્ટીમાં પહોંચી હતી અને ઐશ્વર્યાની માતા વૃંદા રાય પણ જોવા મળી હતી.
  • ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બોલિવૂડના પાવર કપલ તરીકે ઓળખાય છે અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચન બોલિવૂડના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંની એક છે. ત્યારે ઐશ્વર્યા રાય એક મહાન અભિનેત્રી હોવાની સાથે સાથે ખૂબ જ સારી પુત્રી, પત્ની, વહુ અને માતા પણ છે અને તે પોતાની તમામ જવાબદારીઓને સારી રીતે નિભાવવા ઈચ્છે છે.

Post a Comment

0 Comments