ભોજન પીરસતી હતી માતા, પુત્રએ ચોરીછૂપીથી પહેરી દીધી સોનાની ચેન, માતાના રિએક્શને સૌને રડાવી દીધા

  • એક માતા માટે તેનું બાળક આખી દુનિયામાં સૌથી પ્રિય હોય છે. તે તેની ખુશી માટે ઘણું બધું કરે છે અને સહન કરે છે. એક માતા તેના બાળકના ચહેરા પર સ્મિત લાવવા માટે બધું જ બલિદાન આપી દે છે. આવી સ્થિતિમાં બાળક જ્યારે મોટું થાય છે ત્યારે માતાના ચહેરા પર પ્રેમભર્યું સ્મિત લાવવાની તેની પણ ફરજ છે. તેને ખુશ રાખો અને બની શકે તો જીવનમાં ક્યારેક કોઈ મોટી સરપ્રાઈઝ પણ આપો. હવે આ પુત્રને જ જુઓ જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
  • પુત્રએ માતાને ભેટમાં આપી સોનાની ચેઈન
  • હકીકતમાં સોશિયલ મીડિયા પર એક પુત્ર તેની માતાને સોનાની ચેન આપતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પુત્રએ આ સોનાની ચેઈન તેની પ્રિય માતા માટે ખરીદી હતી. જોકે તેણે માતાને આ વિશે અગાઉથી જણાવ્યું ન હતું. તેણે અચાનક સોનાની ચેઈન લાવીને તેની માતાના ગળામાં પહેરાવી દીધી. આ પછી માતાએ આપેલી પ્રતિક્રિયાએ સૌને ભાવુક કરી દીધા હતા. હવે મા-દીકરાના પ્રેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
  • વીડિયોમાં જોઈ શકાય છે કે માતા બાળકોને ભોજન પીરસી રહી છે. ત્યારે તેનો પુત્ર પાછળથી આવે છે અને ચોરીછૂપીથી તેની માતાના ગળામાં સોનાની ચેઈન પહેરાવી દે છે. શરૂઆતમાં માતાને સમજાતું નથી કે તેનો પુત્ર શું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ જ્યારે તેને ખબર પડે છે કે પુત્રએ તેના ગળામાં સોનાની ચેઈન પહેરાવી છે ત્યારે તેની ખુશીનો કોઈ પાર નથી રહેતો. તે ખૂબ જ સુંદર સ્માઈલ આપે છે. બસ આ સ્મિત દરેકના દિલ જીતી લે છે.
  • અહીં જુઓ વિડિયો
  • લોકોએ આપી આવી પ્રતિક્રિયાઓ
  • આ વીડિયો સોશિયલ મીડિયા પર 'ઝિંદગી ગુલઝાર હૈ' નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. દરેક કોમેન્ટ કરીને
  • પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે "માતાની ખુશીમાં જ અમારી ખુશી રહેલી છે." પછી બીજાએ લખ્યું કે “માતાને આવા સરપ્રાઈઝ આપતા રહેવું જોઈએ. હૃદયને ઘણી રાહત મળે છે. તે જ સમયે અન્ય એક યુઝરે કહ્યું કે આ ખૂબ જ સુંદર વીડિયો છે.
  • બાય ધ વે માતા અને પુત્ર નો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. સાથે જ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તેને શેર કરો જેથી દરેક પુત્ર તેની માતાને મોટું સરપ્રાઈઝ આપી શકે અને તેના ચહેરા પર સ્મિત લાવી શકે.

Post a Comment

0 Comments