અંદરથી આવું દેખાય છે મુકેશ અંબાણીનું આ મહેલ જેવું ઘર, દુનિયાના સૌથી મોંઘા ઘરોમાં છે સામેલ

  • વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીના ઘરનો પણ વિશ્વના સૌથી મોંઘા મકાનોમાં સમાવેશ થાય છે. મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા કોઈ મહેલથી ઓછું નથી અને તે દુનિયાનું સૌથી મોંઘું ખાનગી ઘર છે.
  • ભારતના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીના ઘરનો પણ વિશ્વના સૌથી મોંઘા મકાનોમાં સમાવેશ થાય છે. મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા કોઈ મહેલથી ઓછું નથી અને તે દુનિયાનું સૌથી મોંઘું ખાનગી ઘર છે. ચાલો જોઈએ અંદરથી કેવું લાગે છે મુકેશ અંબાણીનું ઘર.
  • આ ઘર મુંબઈના ઑફ પેડર રોડ પર બનેલું છે. એવું કહેવાય છે કે આ 27 માળના ઘરની કિંમત $2 બિલિયનની નજીક છે.
  • આ ઘરમાં સિનેમા થિયેટરથી માંડીને જીમ વગેરે જેવી તમામ સુવિધાઓ છે.
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર એન્ટિલિયામાં કામ કરવા માટે 600 કર્મચારીઓની જરૂર હોય છે તેથી લગભગ 600 લોકોનો સ્ટાફ દિવસ-રાત આ ઘરની જાળવણી કરે છે અને તેમાં રહે છે.
  • ખાસ વાત એ છે કે આ વિશાળ 'એન્ટીલિયા' ઘરના છ માળ પર માત્ર પાર્કિંગ અને ગેરેજ છે.
  • એટલાન્ટિક મહાસાગરમાં એક પૌરાણિક ટાપુના નામ પરથી તેનું નામ એન્ટિલિયા રાખવામાં આવ્યું છે.
  • કહેવામાં આવે છે કે આ ઘરમાં ત્રણ હેલિપેડ પણ બનાવવામાં આવ્યા છે.

Post a Comment

0 Comments