કરોડોમાં છે રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ, જાણો કેટલો મળે છે રાહુલ દ્રવિડને પગાર?

  • ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના રિપોર્ટ કાર્ડમાં વધુ એક ખરાબ રેકોર્ડ સામેલ કરવામાં આવ્યો છે. ટી20 વર્લ્ડ કપ-2022ની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. જે કામ આટલા વર્ષોમાં વિરાટ પોતાની કેપ્ટનશીપમાં નથી કરી શક્યો રોહિતની હાલત પણ એવી જ છે - ICC ટ્રોફી જીતી ન શક્યો. હવે રાહુલ દ્રવિડની ખુરશી પણ ખતરામાં છે પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ હજુ રાહ જોવાના મૂડમાં છે.
  • T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હાર્યું ભારત
  • ટી20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં હાર બાદ ભારતીય ટીમને આ ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. એડિલેડના ઓવલ મેદાન પર ગુરૂવારે રમાયેલી સેમી ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 10 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 63 રન જ્યારે વિરાટે 40 બોલમાં 50 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે ફરી એકપણ વિકેટ ગુમાવ્યા વિના 16 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કેપ્ટન જોસ બટલરે 80 અને એલેક્સ હેલ્સે 86 રન બનાવ્યા હતા અને બંને નાબાદ પરત ફર્યા હતા.
  • એક વર્ષની અંદર દ્રવિડ પર ઉભા થવા લાગ્યા સવાલો
  • ભારતના દિગ્ગજ બેટ્સમેનોમાંના એક રાહુલ દ્રવિડ પર એક વર્ષમાં જ સવાલો ઉભા થવા લાગ્યા છે. રવિ શાસ્ત્રી બાદ તેમણે આ મહત્વપૂર્ણ પદ સંભાળ્યું હતું. ભારતીય ક્રિકેટ પ્રેમીઓને તેની પાસેથી ઘણી આશાઓ છે પરંતુ T20 વર્લ્ડ કપ-2022માં હાર બાદ તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
  • BCCI કરશે સમીક્ષા!
  • BCCI હવે કોચ તરીકે રાહુલ દ્રવિડના પ્રદર્શનની સમીક્ષા કરવાની તૈયારી કરી રહ્યું છે. જોકે બોર્ડ ઓસ્ટ્રેલિયા સામેની આગામી સિરીઝ સુધી રાહ જોશે. તે સિરીઝ બાદ દ્રવિડના પ્રદર્શન પર ચોક્કસપણે વિચારણા કરવામાં આવશે.
  • કરોડોમાં છે એગ્રીમેન્ટ
  • રાહુલ દ્રવિડનો BCCI સાથેનો કોન્ટ્રાક્ટ હાલમાં 10 કરોડ રૂપિયા પ્રતિ વર્ષનો છે. તેઓ અગાઉ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા તરીકે સેવા આપી રહ્યા હતા.
  • દ્રવિડના કોચ હેઠળ હાર્યા સિરીઝ
  • જ્યારે રાહુલ દ્રવિડ મુખ્ય કોચ હતા ત્યારે ભારત તેની જ ધરતી પર દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં હાર્યું હતું. આ સિવાય ભારત વનડે સિરીઝમાં ત્રણમાંથી એક પણ મેચ જીતી શક્યું નથી.
  • બીસીસીઆઈના અધિકારીએ કરી પુષ્ટિ
  • એક રિપોર્ટમાં બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ બાદ કોચ તરીકે રાહુલ દ્રવિડના પ્રદર્શન પર ચોક્કસપણે ચર્ચા થશે. અધિકારીએ કહ્યું 'હા કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવા પડશે. વર્ષની ક્રિકેટ શ્રેણીનો આ છેલ્લો તબક્કો છે. T20 વર્લ્ડ કપ અમારા માટે સારો રહ્યો નથી. જ્યાં સુધી દ્રવિડનો સવાલ છે અમારી પાસે ઓસ્ટ્રેલિયા સિરીઝ સુધીનો સમય છે. એકવાર નવી CAC આવી જાય અમે સલાહ લઈશું અને કેટલાક નિર્ણયો લેશું પરંતુ આવતા વર્ષે વર્લ્ડ કપને લઈને એવું ન વિચારો કે તે યોગ્ય નિર્ણય હશે.

Post a Comment

0 Comments