નાનું પેકેટ મોટો ધડાકો નીકળી નાની સાળી, બૂટની ચોરીમાં જીજુને બનાવ્યા ઉલ્લુ, લગાડ્યો લાખોનો ચૂનો

 • લગ્ન એક એવી વસ્તુ છે જ્યાં ઘણી મસ્તી-મજાક થતી હોય છે. તેમાં અનેક વિધિ પણ હોય છે. આ ધાર્મિક વિધિઓ કરતી વખતે મહેમાનો હસી-મજાક પણ કરે છે. ઘણીવખત લગ્નમાં વરરાજાની સાળીઓ ખૂબ જ આનંદ માણે છે. ખાસ કરીને તેઓ જૂતાની ચોરીના સમારંભની આતુરતાથી રાહ જોઈ રહી હોય છે. છેવટે આમાં તેમને તેમના જીજુ પાસેથી પૈસા કમાવવાની તક મળે છે.
 • જૂતાની ચોરી કરી નાની સાળીએ મચાવી ધમાલ
 • કેટલી વાર તમે એ પણ જોયું હશે કે લગ્નમાં સાળીની નજર તેમના જિજુના શૂઝ પર જ હોય છે. તે બસ આ શૂઝ ચોરવાનો પ્રયત્ન કરતી રહે છે. અને જયારે તેના હાથમાં શૂઝ આવે છે ત્યારે તેણી તેનું મોટું મોં ખોલે છે અને ઘણા પૈસા માંગે છે. જોકે જીજુ પણ પાકા હોય છે. તે માંગેલી રકમ આપવાને બદલે પહેલા ભાવતાલ કરે છે. આ દરમિયાન ભારે ચર્ચા થાય છે. અને ઘણો સમય પણ વેડફાય છે.
 • આવી સ્થિતિમાં એક સાળીએ તેના જીજુ પાસેથી ઇચ્છિત રકમ મેળવવા માટે એક અદ્ભુત જાળ બિછાવી. જીજુ પણ આ જાળમાં ફસાઈ ગયા. વાસ્તવમાં આ દિવસોમા જીજુને છેતરીને ઈચ્છીત પૈસા વસુલ કરનારી નાની સાળી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા અને મહેમાનો બધા બેઠા છે. ત્યારે નાની સાળી ત્યાં આવે છે.
 • જીજુને લગાવ્યો એક લાખનો ચૂનો
 • તે જૂતાની ચોરીની વિધિમાં તેની મોટી માંગ રાખે છે. આ માટે તે એક સર્જનાત્મક પરંતુ ચાલાકીપૂર્ણ અભિગમ અપનાવે છે. તેણી વરની સામે કાર્ડબોર્ડ વ્હીલ રાખે છે. આ વ્હીલ પર ચાર રકમના વિકલ્પો લખેલા છે રૂ. 21,000, 31,000, 51,000, 1,000,000. તેમાં એક તીર પણ હોય છે.
 • હવે સાળી આ વ્હીલ ફેરવવાનું કહે છે. જે રકમ એરોમાં આવશે તે જીજુએ સાળીને આપવાની રહેશે. વર તેની સાળી દ્વારા બિછાવેલી જાળમાં ફસાઈ જાય છે. તેઓ જેવું તે ચક્ર ફરવે છે કે તીર પર રૂ. 100000 આવે છે. આ જોઈને સાળી ખૂબ જ ખુશ થાય છે. તે જ સમયે આસપાસ હાજર લોકો પણ આનંદથી કૂદી પડે છે.
 • લોકોએ આપી અંજેદાર પ્રતિક્રિયા
 • જોકે એ સ્પષ્ટ નથી થયું કે વરરાજાએ સાળીને એક લાખ રૂપિયા આપ્યા કે નહીં. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે સાળી ભલે નાની હોય પરંતુ તે ઘણી હોશિયાર છે. અન્ય યુઝર લખે છે કે "આ વ્હીલમાં કંઈક ખોટું હોવું જોઈએ. વેલ આ વરને લૂંટવાની શ્રેષ્ઠ અને સર્જનાત્મક રીત છે.
 • અહીં જુઓ વરને ચૂનો લગાવતી સાળી
 • બાય ધ વે તમને વરરાજા પાસેથી પૈસા કઢાવવાની આ ટ્રીક કેવી લાગી અમને કોમેન્ટ સેક્શનમાં જણાવો.

Post a Comment

0 Comments