સાઉદી અરબના તમામ ખેલાડીઓને મળશે રોલ્સ રોયસની કાર, આર્જેન્ટિના સામેની જીત માટે મળી આ ખાસ ભેટ

  • આર્જેન્ટિના સામે યાદગાર જીત બાદ સાઉદી અરબમાં ઉજવણીનું વાતાવરણ છે. આ જીતને ત્રણ દિવસ થઈ ગયા છે પરંતુ ત્યાંના લોકો હજુ પણ તેની ઉજવણી કરી રહ્યા છે. મંગળવાર (22 નવેમ્બર) ના રોજ વિજય પછી સાઉદી અરબની સરકારે બીજા દિવસે બુધવારે જાહેર રજા જાહેર કરી દીધી. હવે તમામ ખેલાડીઓને મોટી ભેટ આપવામાં આવશે. સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલામ અલ સાઉદે આ કાર આપવાની જાહેરાત કરી છે.
  • મોહમ્મદ બિન સલામ અલ સઉદે જાહેરાત કરી હતી કે તમામ ખેલાડીઓને રોલ્સ રોયસ ફેન્ટમ કારથી સન્માનિત કરવામાં આવશે. સાઉદી અરબની ટીમે દક્ષિણ અમેરિકન ટીમ આર્જેન્ટિનાને 2-1થી હરાવી હતી. લિયોનલ મેસીના ગોલ છતાં આર્જેન્ટિનાની ટીમ મેચ પોતાના નામે કરી શકી ન હતી. તેણે હાફટાઈમ સુધી 1-0ની સરસાઈ મેળવી લીધી હતી પરંતુ બીજા હાફમાં સાઉદી અરબે ધમાકેદાર વાપસી કરીને મેચ જીતી લીધી હતી.
  • કેટલી છે કારની કિંમત?
  • ભારતમાં રોલ્સ રોયસ ફેન્ટમની કિંમત રૂ. 8.99 કરોડથી શરૂ થાય છે અને રૂ. 10.48 કરોડ સુધી જાય છે. સાઉદી અરબ એ આર્જેન્ટિનાની 36 મેચની જીતનો સિલસિલો અટકાવ્યો હતો. વિશ્વની 51 નંબરની ટીમ સાઉદી અરબએ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત મહત્વની જીત સાથે કરી.
  • મેસ્સીના ગોલ પર ફર્યું પાણી
  • આર્જેન્ટિનાના સૌથી મહત્વના ખેલાડી લિયોનલ મેસીએ ગોલ કર્યો હતો. લિયોનલ મેસીએ 10મી મિનિટે આ ગોલ કરીને પોતાની ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. મેસીના ફિફિ વર્લ્ડ કપના ઈતિહાસમાં આ સાતમો ગોલ હતો. જોકે પાંચ મિનિટ પછી સાઉદી અરબએ સરસાઈ મેળવી લીધી હતી અને સાઉદી અરબ માટે સાલેહ અલસેહરીએ 48મી મિનિટે અને સાલેમ અલદવસરીએ 53મી મિનિટે ગોલ કર્યા હતા. આ પછી બંને ટીમોમાંથી કોઈ પણ ગોલ કરી શકી ન હતી.
  • સાઉદી અરબના ગોલકીપરે શાનદાર પ્રદર્શન કર્યું
  • છેલ્લી થોડી મિનિટોમાં સાઉદી અરબના ગોલકીપર એમ. અલ ઓવૈસે શાનદાર દેખાવ કર્યો હતો અને તેણે અનેક બચાવ કર્યા હતા. આર્જેન્ટિનાએ શરૂઆતની થોડી મિનિટોમાં ત્રણ ગોલ કર્યા હતા પરંતુ તે તમામ ઓફસાઈડ હતા. આર્જેન્ટિનાની ટીમ ઓફસાઇડમાં કેચ થઈ હતી. આ હાર સાથે આર્જેન્ટિનાની સતત 36 મેચોની જીતનો સિલસિલો તૂટી ગયો હતો. આ દરમિયાન તેણે 25 મેચ જીતી હતી અને 11 ડ્રો રહી હતી.

Post a Comment

0 Comments