બહેનને ભાઈએ આપી એવી ગિફ્ટ કે રડતા-રડતા લગાડી લીધો ગળે; જુવો આસું નિકાળી દેનાર વિડિયો

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળ્યું હતું કે જ્યારે ભાઈએ તેની બહેનને ભેટ આપી જેને જોઈને બહેન ખૂબ જ ભાવુક થઈ ગઈ. તેણીએ રડતા તે ભેટને જોઈ અને તેના ભાઈને ગળે લગાવી લીધો.
  • ભાઈ-બહેનનો પ્રેમ ચોક્કસપણે આપણા જીવનના અન્ય સંબંધો કરતાં ઘણો અલગ છે. તે કાં તો ઝઘડા અથવા બિનશરતી પ્રેમથી ભરપૂર હોઈ શકે છે. તમને મોટાભાગના ઘરોમાં આવા દ્રશ્યો ચોક્કસ જોવા મળશે જ્યારે હમજોલીના બે ભાઈ-બહેનો કોઈને કોઈ વાતને લઈને ઝઘડતા જોવા મળશે. જો કે જ્યારે એકબીજા માટે ઊભા રહેવાની વાત આવે છે ત્યારે બંનેમાંથી કોઈ પીછેહઠ કરતા નથી. આવું જ કંઈક સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળ્યું જ્યારે ભાઈએ તેની બહેનને ભેટ આપી જેને જોઈને બહેન ખૂબ જ ભાવુક થઈ ગઈ. તેણીએ રડતા-રડતા તે ભેટને જોઈ અને તેના ભાઈને ગળે લગાવી લોધો.
  • ભાઈએ પોતાની બહેનને ગિફ્ટમાં આપી સ્કૂટી
  • ઘણી વખત આપણે ફક્ત ભાઈ અને બહેન વચ્ચેની લડાઈ જોઈ છે પરંતુ ઐશ્વર્યા ભડાને નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વાયરલ વીડિયોમાં 'પ્યોર લવ' કેપ્શન સાથે તેમની વચ્ચેનો સાચો પ્રેમ દેખાડવામાં આવ્યો છે. એક ભાઈએ તેની બહેનને સ્કૂટીથી સરપ્રાઈઝ કરી જેનો વીડિયો ઇન્ટરનેટ પર લાખો દિલોને ભાવુક કરી નાખ્યા. જ્યારે બહેનના હાથમાં બોક્સ મળ્યું તો તે વિચારમાં પડી ગઈ પણ જ્યારે તેને અંદર ખોલ્યું તો તેને સ્કૂટીની ચાવી જોઈ અને સામે એક નવી સ્કૂટી ઊભી હતી.
  • ખુશીથી રડવા લાગી બહેન તો ભાઈની આંખમાં આવી ગયા આંસુ
  • જલદી તે સમજી ગઈ કે આ ભેટ તેના માટે છે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ. તે ખુશીથી રડવા લાગી એટલું જ નહીં તેને તેના ભાઈને ગળે લગાડ્યો. આ દરમિયાન ભાઈ પણ ખૂબ જ ભાવુક થઈ ગયો અને તેમની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. વાયરલ વિડિયોએ સોશિયલ મીડિયા પર ઘણું ધ્યાન ખેંચ્યું હતું અને ઓનલાઈન શેર કર્યા પછી તેને 9 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. ઈન્ટરનેટ પર લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવ્યો અને કહ્યું કે તે ખૂબ જ નસીબદાર છે કે તેને આવો ભાઈ મળ્યો. કેટલાક ઇન્સ્ટાગ્રામ યુઝર્સે કહ્યું કે આ વીડિયોએ તેમને ભાવુક કરી દીધા અને આશીર્વાદ આપ્યા છે.

Post a Comment

0 Comments