આ પેની સ્ટોક રોકાણકારો માટે સાબિત થયો મલ્ટિબેગર, પાંચ વર્ષમાં આપ્યું 781% વળતર

  • ફાઇનાન્સ સેક્ટરની દિગ્ગજ લીઝિંગ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીનો શેર રોકાણકારો માટે મલ્ટીબેગર સાબિત થયો છે. એક સમયે આ શેરનો ભાવ ફક્ત 1 રૂપિયામાં ટ્રેડ થતો હતો તે વર્તમાન સમયમાં 9.25 રૂપિયા થઈ ગયો છે. છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં લીઝિંગ ફાઇનાન્સે લગભગ 781 ટકા વળતર આપીને તેના રોકાણકારોને માલામાલ કરી દીધા છે.
  • લીઝિંગ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ કંપનીના શેરો રૂ. 17.38ના ભાવ સાથે નાણાકીય વર્ષ 2022-23ની રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા. કંપનીનો સ્ટોક 22 સપ્ટેમ્બર 2022ના રોજ એક્સ-પ્લિટ થઈ ગયો હતો. તેથી શેરની આ કિંમત 1:10 ના રેશિયોમાં કંપની દ્વારા જાહેર કરાયેલ સ્ટોક સ્પ્લિટને સામેલ કરીને જણાવવામાં આવી છે.
  • સપ્ટેમ્બરમાં કંપનીના થયા શેર સ્પ્લિટ
  • આ મલ્ટિબેગર પેની સ્ટોક આ વર્ષે સપ્ટેમ્બરમાં એક્સ સ્પ્લિટ થઈ ગયા હતા. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે BSE પર લિસ્ટેડ આ કંપનીના શેરને રૂ. 10 ફેસ વેલ્યુથી રૂ. 1 ફેસ વેલ્યુ શેરમાં વિભાજિત કરવાનો નિર્ણય લીધો હતો. આ સ્ટૉકની 52 સપ્તાહની ઊંચી સપાટી 17.38 રૂપિયા છે અને 52 સપ્તાહની નીચી કિંમત 4.23 રૂપિયા છે.
  • શું રહી કંપનીના શેરની કિંમત
  • લીઝિંગ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ છેલ્લા એક મહિનામાં તેના રોકાણકારોને 25 ટકા અને છ મહિનાના સમયગાળામાં 36 ટકા વળતર આપ્યું છે. તે જ સમયે છેલ્લા એક વર્ષમાં તેના શેરોએ રોકાણકારોને 3 ટકા વળતર આપ્યું છે. લીઝિંગ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપની એક સ્મોલકેપ કંપની છે જેનો માર્કેટ કેપ આશરે રૂ. 50 કરોડ છે.

Post a Comment

0 Comments