68 વર્ષની ઉંમરે એકલો જીવી રહ્યો છે કમલ હાસન, 2 લગ્ન, 3 અફેર પણ નિષ્ફળ, હવે 22 વર્ષ નાની છોકરીને પણ કરી ડેટ

 • દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર કમલ હાસન 68 વર્ષના થઈ ગયા છે. કમલનો જન્મ 7 નવેમ્બર 1954ના રોજ તમિલનાડુના પરમાકુદીમાં થયો હતો. કમલ હાસને ફિલ્મી દુનિયામાં મોટું નામ કમાવ્યું છે. તે સાઉથના સૌથી લોકપ્રિય સ્ટાર્સમાંથી એક છે. તમને જણાવી દઈએ કે તેને હિન્દી સિનેમામાં પણ કામ કર્યું છે. નોંધપાત્ર રીતે કમલનું સાચું નામ પાર્થસારથી શ્રીનિવાસન છે.
 • કમલે ફિલ્મી દુનિયામાં એક્ટર તરીકે 1975માં શરૂઆત કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ 'અપૂર્વ રંગાગલ' હતી. આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી અને તેની કારકિર્દીમાં તેને ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું હતું. અત્યારે પણ કમાલ ફિલ્મી દુનિયામાં સક્રિય છે અને એક્ટર તરીકે કામ કરી રહ્યો છે.
 • 19 ફિલ્મફેયર એવોર્ડ જીત્યા, પદ્મશ્રી અને પદ્મભૂષણ પણ
 • દક્ષિણ ભારતીય સિનેમા અને હિન્દી સિનેમાના અભિનેતા કમલ હાસનને પણ તેમના બેહતરીન અભિનય માટે પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવા વિશેષ સન્માનો પણ મળ્યા છે. તે જ સમયે તે સૌથી વધુ ફિલ્મફેયર એવોર્ડ જીતનાર કલાકાર પણ છે. તેમના નામે કુલ 19 ફિલ્મફેયર એવોર્ડ છે.
 • 4 વખત નેશનલ એવોર્ડ અને 2 વખત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
 • આ સિવાય કમલ હાસનને 4 વખત નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ દિગ્ગ્જ કલાકારને બે વખત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
 • ઓસ્કાર માટે કમલ હાસનની 7 ફિલ્મો મોકલી
 • ઓસ્કાર એવોર્ડ એ સિનેમાની દુનિયાનો સૌથી મોટો એવોર્ડ છે. કમલ હાસનની અત્યાર સુધી કુલ 7 ફિલ્મો ઓસ્કાર માટે મોકલવામાં આવી છે. કમલ હાસને સાત વખત ઓસ્કારમાં પોતાના દેશ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
 • 200 થી વધુ ફિલ્મોમાં કર્યું કામ, ફ્રાન્સે પણ કર્યું સન્માન
 • કમલ હાસનના ફિલ્મી કરિયરના 47 વર્ષ પૂર્ણ થયા છે. સાડા ​​ચાર દાયકાની લાંબી અને સફળ કારકિર્દીમાં અભિનેતાએ 200 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તમને જણાવી દઈએ કે કમલને ફ્રાન્સની સરકારે વર્ષ 2016માં શેવેલિયર એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
 • કમલના અંગત જીવનની વાત કરીએ તો કમલનું નામ સૌથી પહેલા અભિનેત્રી શ્રીવિદ્યા સાથે જોડાયું હતું. બંનેએ સાથે કામ કર્યું હતું. જો કે તેમના સંબંધો વધુ અંતર કાપી શક્યા નહીં.
 • કમલે પછી વાણી ગણપતિ સાથે વર્ષ 1978માં લગ્ન કર્યા અને તેમનો સંબંધ 1988 સુધી ચાલ્યો. તેમનું 10 વર્ષનું લગ્નજીવન તૂટી ગયું હતું.
 • ત્યારબાદ કમલે વર્ષ 1988માં અભિનેત્રી સારિકા સાથે લગ્ન કર્યા. બંને બે દીકરીઓના માતા-પિતા બન્યા. શ્રુતિ હાસન અને અક્ષરા હાસન. જો કે 16 વર્ષ પછી વર્ષ 2004માં આ સંબંધ પણ તૂટી ગયો હતો.
 • આ પછી કમાલનું નામ પોતાનાથી 22 વર્ષ નાની સિમરન બગ્ગા સાથે જોડાયું. પણ પછી બંને અલગ થઈ ગયા હતા.
 • પછી કમલ હાસનનું દિલ પોતાનાથી 13 વર્ષ નાની અભિનેત્રી ગૌતમી પર આવી ગયું. બંને લિવ ઇનમાં પણ રહેતા હતા પરંતુ વર્ષ 2016માં તેમનો સંબંધ પણ તૂટી ગયો.

Post a Comment

0 Comments