આલિયા બાદ માતા બની લોકપ્રિય અભિનેત્રી બિપાસા બાસુ, 43 વર્ષની ઉંમરે આપ્યો પુત્રીને જન્મ

  • આ દિવસોમાં બોલિવૂડના કોરિડોરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 6 નવેમ્બરે જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટે પુત્રીને જન્મ આપ્યો હતો. આ પછી 11 નવેમ્બરે ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી દેબીના બેનર્જીએ પુત્રીને જન્મ આપ્યો હતો. હવે આ લિસ્ટમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર પણ પેરેન્ટ્સ બની ગયા છે. જી હા… 43 વર્ષની ઉંમરે બિપાશા બાસુએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે.
  • ચાહકોને આ ખુશખબરની જાણ થતાં જ બધા બિપાશા અને કરણને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે. તે જ સમયે બોલિવૂડ સેલેબ્સ પણ કપલને ખૂબ અભિનંદન આપવા લાગ્યા છે.
  • અભિનેત્રીએ ચાહકો સાથે શેર કર્યા સારા સમાચાર
  • માતા બન્યા પછી બિપાશાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં તેણે લખ્યું હતું કે "અમારા પ્રેમનું ફીઝીકલ સ્વરૂપ અને માતાના આશીર્વાદ હવે આ દુનિયામાં આવી ગયા છે અને તે ખૂબ જ દિવ્ય છે." લગ્નના 6 વર્ષ પછી બિપાશા અને કરણ માતા-પિતા બન્યા છે તેથી દંપતીની ખુશીનો કોઈ પાર ન હતો. ઉલ્લેખનીય છે કે બિપાશા બાસુએ આ વર્ષે ઓગસ્ટમાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આ પછી બિપાશાના મેટરનિટી ફોટોશૂટની ખૂબ ચર્ચા થઈ હતી.
  • આ દરમિયાન તેણે ફોટો શૂટ સાથે એક પોસ્ટ શેર કરી જેમાં લખ્યું હતું કે "એક નવો સમય, એક નવો દોર, એક નવી રોશની આમારા જીવનના પ્રિઝમમાં વધુ એક અનોખો શેડ ઉમેરી રહ્યો છે. અમે પહેલા કરતા વધુ પરિપૂર્ણ બની રહ્યા છીએ. અમે આ જીવન એકલા શરૂ કર્યું હતું. પછી એકબીજાને મળ્યા અને ત્યારથી અમે બે હતા. માત્ર બે માટે આટલો પ્રેમ અમને થોડો અયોગ્ય લાગ્યું. તેથી ટૂંક સમયમાં અમે જે બે હતા તે ત્રણ થઈ જશું."
  • કરણની ત્રીજી પત્ની છે બિપાશા
  • તમને જણાવી દઈએ કે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરની પહેલી મુલાકાત વર્ષ 2015માં ફિલ્મ 'અલોન'ના સેટ પર થઈ હતી ત્યારબાદ બંનેએ વર્ષ 2016માં લગ્ન કરી લીધા હતા. ઉલ્લેખનીય છે કે બિપાશા કરણ સિંહ ગ્રોવરની ત્રીજી પત્ની છે. જી હા.. અગાઉ કરણ સિંહ ગ્રોવરે ટીવી જગતની જાણીતી અભિનેત્રી શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા હતા પરંતુ થોડા દિવસો પછી બંનેના છૂટાછેડા થઈ ગયા.
  • આ પછી કરણ સિંહ ગ્રોવરે પ્રખ્યાત અભિનેત્રી જેનિફર વિંગેટ સાથે લગ્ન કર્યા. પરંતુ તેઓના પણ જલ્દી છૂટાછેડા થઈ ગયા. આ પછી તેના જીવનમાં બિપાશા બાસુ આવી. હવે બંને માતા-પિતા બની ગયા છે. તમને જણાવી દઈએ કે બિપાશા છેલ્લીવાર ફિલ્મ 'અલોન'માં જોવા મળી હતી ત્યારબાદ તે અત્યાર સુધી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી.

Post a Comment

0 Comments