સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, 2 ફિંગર ટેસ્ટ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું થાય છે તેમાં?

  • દેશની સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો નિર્ણય લીધો છે. એક મોટો નિર્ણય લેતા સુપ્રીમ કોર્ટે 'ટુ ફિંગર' ટેસ્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ચર્ચામાં છે. કોર્ટે તાત્કાલિક તપાસની આ પદ્ધતિને મેડિકલ અભ્યાસમાંથી દૂર કરવા જણાવ્યું છે.
  • જાણો શું છે 'ટુ-ફિંગર' ટેસ્ટ...
  • બે આંગળી શબ્દ ઘણા લોકો માટે તદ્દન નવો હોઈ શકે છે. જો કે અમે તમને જણાવીશું કે આ 'ટુ-ફિંગર' ટેસ્ટ શું છે. કોર્ટે તેને 'પિતૃસત્તામક અને અવૈજ્ઞાનિક' ગણાવ્યું. તમને જણાવી દઈએ કે આ ટેસ્ટ બળાત્કારના આરોપોની તપાસ કરવા અને બળાત્કારની પુષ્ટિ કરવા માટે કરવામાં આવે છે.
  • આ માટે બળાત્કાર પીડિતાના ગુપ્તાંગમાં બે આંગળીઓ દાખલ કરીને ચેક કાવામાં આવે છે કે રેપ પીડિતા શારીરિક સંબધોની આદિ છે. ડૉક્ટર સ્ત્રીના જનનાંગો અને હાઈમેનના સ્નાયુઓની લવચીકતાની તપાસ કરે છે. હાઈમેન એ સ્ત્રીની યોનિમાર્ગની અંદર રહેલ એક મેગમાર્ક છે. જો તે મળી જાય તો તેનો અર્થ એ કે બળાત્કાર થયો નથી.
  • તે જ સમયે આ બાબતે વૈજ્ઞાનિક અભિપ્રાય અલગ છે. વિજ્ઞાન કહે છે કે હાઈમેન તૂટી જવાના ઘણા કારણો છે. જો કોઈ છોકરી કે સ્ત્રીનું હાઈમેન તૂટેલું હોય તો તેનો અર્થ એ નથી કે તેણે શારીરિક સંબંધ બાંધ્યા જ હશે. બલ્કે સ્પોર્ટ્સ વગેરે દ્વારા પણ હાઈમેનને નુકસાન પહોંચે છે. 'ટુ-ફિંગર' ટેસ્ટનો સીધો અર્થ એ થાય છે કે બળાત્કારની કથિત ઘટનામાં 'પપેનિટ્રેશન' થયો છે કે કેમ.
  • સુપ્રીમ કોર્ટે બીજું શું કહ્યું?
  • પીડિતાની તરફેણમાં નિર્ણય લેતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ પદ્ધતિ ખોટી અને અવૈજ્ઞાનિક છે. જેના કારણે પીડિતાને ફરીથી ત્રાસનો સામનો કરવો પડી શકે છે. સોમવારે જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે બળાત્કારના કેસમાં સજાને યથાવત રાખતા આ ચુકાદો આપ્યો હતો. સાથે જ કહ્યું કે હવે ટુ-ફિંગર ટેસ્ટ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં અને તેમને દોષિત ગણવામાં આવશે.
  • સર્વોચ્ચ અદાલત
  • જસ્ટિસ ચંદ્રચુડે એક કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે "તે પિતૃસત્તાક અને લિંગ ભેદભાવપૂર્ણ છે કે જે સ્ત્રી શારીરિક સંબંધમાં સક્રિય હોય છે તેને બળાત્કાર થયો હોવાનું માનવામાં આવતું નથી. કોર્ટે વારંવાર ટુ-ફિંગર ટેસ્ટના ઉપયોગને નિરુત્સાહિત કર્યો છે. આ પરીક્ષણનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી પરંતુ તે પીડિતાને ફરીથી ત્રાસ આપવાનો છે. ટુ ફિંગર ટેસ્ટ ન કરાવવો જોઈએ. આ ટેસ્ટ એ ખોટી માન્યતા પર આધારિત છે કે સેક્સ્યુઅલી એક્ટિવ મહિલાઓ પર બળાત્કાર થઈ શકતો નથી.

Post a Comment

0 Comments