ભારતની 10 સૌથી મોંઘી ફિલ્મોમાં સાઉથનો જલવો, ટોપ-10માં બોલિવૂડની માત્ર 4 ફિલ્મોનો સમાવેશ

  • ભારતીય ફિલ્મ ઉદ્યોગ ઘણો મોટો છે. ભારતમાં દર વર્ષે હજારો ફિલ્મો બને છે. જો કે આજે અમે તમને ભારતની એવી 10 ફિલ્મો વિશે જણાવીશું જેના પર પૈસા પાણીની જેમ વેડફાયા હતા. તો ચાલો જાણીએ દેશની 10 સૌથી મોંઘી ફિલ્મો વિશે.
  • આરઆરઆર…
  • આ ફિલ્મ આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી. 550 કરોડના જંગી બજેટમાં બનેલી આ ફિલ્મે દુનિયાભરમાંથી 1100 કરોડથી વધુની કમાણી કરી છે. દક્ષિણ ભારતીય સિનેમાના બે સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને રામ ચરણે આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
  • 2.0…
  • 2.0 માં દક્ષિણ ભારતીય સિનેમાના મેગાસ્ટાર રજનીકાંત અને બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. તે ભારતની બીજી સૌથી મોંઘી ફિલ્મ છે. એસ શંકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું બજેટ 540 કરોડ રૂપિયા હતું.
  • પોનીયન સેલ્વન 1…
  • પૉનીયન સેલ્વન 1 ફિલ્મ થોડા દિવસો પહેલા રિલીઝ થઈ છે અને તેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે. 500 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ભારતની ત્રીજી સૌથી મોંઘી ફિલ્મ છે. આમાં સાઉથના કલાકારો વિક્રમ અને ઐશ્વર્યા રાય બચ્ચન મહત્વની ભૂમિકામાં છે.
  • બ્રહ્માસ્ત્ર…
  • બ્રહ્માસ્ત્ર આ વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ થયું હતું. અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન અને મૌની રોયની આ ફિલ્મનું બજેટ 410 કરોડ રૂપિયા હતું. જેનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું હતું.
  • સાહો…
  • પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સાહો' દેશની પાંચમી સૌથી મોંઘી ફિલ્મ છે. સુજીત દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું બજેટ 350 કરોડ રૂપિયા હતું.
  • ઠગ્સ ઓફ હિન્દોસ્તાન...
  • ઠગ્સ ઓફ હિન્દોસ્તાન 335 કરોડના બજેટમાં બની હતી પરંતુ તે ફ્લોપ રહી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન, કેટરીના કૈફ અને ફાતિમા સના શેખે કામ કર્યું હતું.
  • રાધે શ્યામ…
  • પ્રભાસ અને પૂજા હેગડેની આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ હતી. તેનું બજેટ 300 કરોડ હતું પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી ના શકી.
  • 83…
  • રણવીર સિંહની '83' ભારતની આઠમી સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મ 1983માં ભારતીય ક્રિકેટ ટીમે જીતેલા વર્લ્ડ કપ પર આધારિત હતી. 270 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મમાં રણવીરે પૂર્વ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા ભજવી હતી.
  • બાહુબલી: ધ કન્ક્લુઝન…
  • રાણા દગ્ગુબાતી, અનુષ્કા શેટ્ટી અને પ્રભાસની બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીઃ ધ કન્ક્લુઝન ભારતની નવમી સૌથી મોંઘી ફિલ્મ છે. તેનું બજેટ 250 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મે કમાણીના નવા રેકોર્ડ બનાવ્યા હતા.
  • સઈ રા નરસિમ્હા રેડ્ડી...
  • સઈ રા નરસિમ્હા રેડ્ડીમાં અમિતાભ બચ્ચન, ચિરંજીવી, તમન્ના, નયનતારાએ કામ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 2019માં આવી હતી અને સફળ રહી હતી. તે ભારતની 10મી સૌથી મોંઘી ફિલ્મ હોવાનું કહેવાય છે. તેના બજેટની વાત કરીએ તો તે 225 કરોડ રૂપિયા હતું.

Post a Comment

0 Comments