એક્સપ્રેસ વે પર BMW અને કન્ટેનરની જબરદસ્ત ટક્કર, અકસ્માતમાં 4 લોકોના ઊડી ગયા ચીથડે ચીથડા

  • ઉત્તર પ્રદેશના સુલ્તાનપુર-પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર શુક્રવારે એક BMW અને કન્ટેનર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં કારના ફુરચા ઉડી ગયા હતા. પોલીસે મૃતદેહોને કારમાંથી બહાર કાઢ્યા હતા. આ સાથે મૃતકના પરિજનોને પણ જાણ કરવામાં આવી છે.
  • ઉત્તર પ્રદેશના સુલતાનપુર-પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એક મોટી દુર્ઘટના ઘટી છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ BMW અને કન્ટેનર વચ્ચે ટક્કર થઈ છે. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના મોત થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી. એક્સપ્રેસ વે પર ભારે જામ હતો. અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગઈ હતી.
  • જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકો ઉત્તરાખંડના રહેવાસી હતા. આ અકસ્માત હલિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. પૂર્વાંચલ એક્સપ્રેસ વેના માઈલસ્ટોન 83 પર ભારે વરસાદને કારણે રોડ ધોવાઈ ગયો હતો. ઉતાવળમાં રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ રોડ ખરાબ હોવાના કારણે અહીં વાહનોનો ટ્રાફિક માત્ર એક બાજુથી ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
  • આઝમગઢ તરફથી એક BMW કાર લખનૌ તરફ જઈ રહી હતી જ્યારે બીજી બાજુથી એક કન્ટેનર તેજ ગતિએ આવી રહ્યું હતું. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે BMW કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. માહિતી મળતાં પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. હાલમાં BMW કારનો રજીસ્ટ્રેશન નંબર UK 01C 0006 જણાવવામાં આવી રહ્યો છે.
  • જે કન્ટેનર સાથે કાર ટકરાઈ તેનો રજીસ્ટ્રેશન નંબર UP21 CN 3021 છે. દુર્ઘટનાની જાણકારી મળતા જ ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ રવીશ ગુપ્તાના જણાવ્યા અનુસાર BMWના મૃતક લોકો ઉત્તરાખંડના રહેવાસી છે. મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે. આ સાથે UPEDAના અધિકારીઓને તપાસ કરવા આપી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.
  • કેટલી છે એક્સપ્રેસ વેની કિંમત?
  • 22 હજાર કરોડના ખર્ચે બનેલા 340 KM લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન 16 નવેમ્બર 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુલતાનપુરના અરવાલ કિરી કુરેભાર ખાતે હવાઈ પટ્ટીથી કરવામાં આવ્યું હતું. લખનૌ, બારાબંકી, અમેઠી, અયોધ્યા, સુલતાનપુર, આંબેડકર નગર, આઝમગઢ, મઉ અને ગાઝીપુર જિલ્લાઓ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા હતા.

Post a Comment

0 Comments