
- સોશિયલ મીડિયા પર એકથી એક ફની વીડિયો વાયરલ થતા રહે છે. પરંતુ આ વિડીયો જોઈને બધા જ ખડખડાટ હસી પડ્યા. આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.
- જો તમે પણ કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો હોય તો તમે જાણતા જ હશો કે આ વાહનો (પબ્લિક ટ્રાન્સપોર્ટ)ને રોકવા માટે હાથથી સ્ટોપ સિગ્નલ આપવું પડે છે. આ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં એક છોકરો રસ્તા પર ઉભો રહીને બસને હાથ બતાવીને રોકવા માટે કહે છે.
- કરી આવી મજાક!
- ઘણી નાની જગ્યાઓ પર બસો માત્ર બસ સ્ટોપ પર જ ઉભી રહેતી નથી. બસ સ્ટોપ સિવાય આ બસોને હાથ આપવામાં આવે તો પણ તે તમારી નજીક આવીને ઉભી રહે છે. આ વીડિયોમાં છોકરાએ બસ ડ્રાઈવર સાથે જોરદાર મજાક કરી હતી. સૌથી પહેલા તો તમારે આ વીડિયો જોવો જોઈએ જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ऐसे मज़ाक कौन करता है भाई 😁👏 pic.twitter.com/vXia5rrPwR
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) October 25, 2022
- જોઈને તમે હસી-હસીને થઈ જશો લોથપોથ
- આ વીડિયોમાં એક છોકરો બેગ લટકાવતો સામેથી આવતી બસને ઈશારો કરતા જોઈ શકાય છે. તમે જોશો તો આ બસની બાજુમાં એક છોકરો સાઈકલ ચલાવતો પણ જોવા મળશે. વાસ્તવમાં છોકરો બસને નહીં પણ સાયકલને રોકવાનો ઈશારો કરી રહ્યો હતો. બસ આવીને ઉભી રહી કે તરત જ છોકરો બસની બાજુમાં ઉભી રહેલી સાઇકલ પર બેસીને જતો રહે છે.
- મજેદાર છે આ વિડિઓ
- આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી હજારો લોકો તેને જોઈ અને પસંદ કરી ચૂક્યા છે. કોમેન્ટ સેક્શનમાં પણ લોકો (સોશિયલ મીડિયા યુઝર્સ) પોતાની અલગ-અલગ કોમેન્ટ આપતા જોવા મળ્યા હતા. માત્ર 15 સેકન્ડનો આ વીડિયો જોઈને ઘણા લોકો હસવાનું રોકી શક્યા નથી.
0 Comments