તુર્કીના આ વ્યક્તિના ઘરે છે હજારો વીંછી, ઝેર વેચીને કમાઈ રહ્યો છે કરોડો, ચલાવે છે વીંછીઓનું ફાર્મ

  • વીંછી એક એવું પ્રાણી છે જે જોયા પછી વ્યક્તિના મગજમાં સૌથી પહેલા આવે છે - તેને ક્યાંક કરડી ન લે. જો વીંછી ડંખ મારે તો સખત દુખાવો થાય છે. જો કે મોટા ભાગના વીંછી જાન નો ખતરો નથી પરંતુ તેમના પ્રત્યે આપણા માનવીઓમાં ડર છે. હવે ધારો કે એક ઘરની અંદર હજારો વીંછીઓ બંધ હોય અને એક જ વ્યક્તિ તેમને પાળે તો? આટલું જ નહીં જો કોઈ વીંછી પાળીને લાખો કમાવવાનો દાવો કરે તો અફવા માનશો ને? આ એક તુર્કી ખેડૂતની સત્ય ઘટના છે.
  • વીંછીનું ઝેર કાઢનાર ફાર્મ
  • રોઇટર્સના લેખ મુજબ તુર્કીના દક્ષિણપૂર્વમાં સાનલિઉર્ફા ક્ષેત્રમાં એક પ્રયોગશાળા સ્થિત છે. આ લેબોરેટરીમાં પ્લાસ્ટિકના બોક્સમાં હજારો વીંછીઓ બંધ છે. આ વીંછીઓને ખવડાવવા-પીવડાવામાં આવે છે અને ઉછેરવામાં આવે છે તેમજ રક્ષણ આપવામાં આવે છે અને બદલામાં તેમનું 'ઝેર' કાઢવામાં આવે છે. વીંછી ફાર્મના માલિકનું નામ મેટિન ઓરેનલર છે.
  • ઝેરમાંથી બને છે દવા
  • વીંછીનું ઝેર મનુષ્ય માટે ખતરનાક છે અને ફાયદાકારક પણ છે. દવાઓ તેમના ઝેરમાંથી બનાવવામાં આવે છે. તુર્કીની આ પ્રયોગશાળામાં કામદારો કાળજીપૂર્વક વીંછીમાંથી ઝેર કાઢે છે. ઝેરને ફ્રીઝ કરવામાં આવે છે અને પછી તેનો પાવડર બનાવીને વેચવામાં આવે છે.
  • એક વીંછી માંથી 2 મિલિગ્રામ ઝેર નીકળે છે અને આ પ્રયોગશાળામાં એક દિવસમાં 2 ગ્રામ ઝેર બહાર આવે છે.
  • 20 હજારથી વધુ વીંછી
  • ઓરેનલરના ફાર્મમાં 20,000 થી વધુ વીંછીઓ છે. આ અનોખું ફાર્મ 2020 માં શરૂ કરવામાં આવ્યું હતું. એન્ડ્રોક્ટસ તુર્કિયેન્સિસ પ્રજાતિના વીંછીને અહીં ઉછેરવામાં આવે છે. ઓરેનલરે કહ્યું 'અમે વીંછી પાળીએ છીએ અને તેનું ઝેર કાઢીએ છીએ. વીંછીના ઝેરનો પાવડર બનાવીને યુરોપ મોકલવામાં આવે છે.
  • લાખોની કમાણી
  • વીંછીનું ઝેર બનાવવામાં જોખમ અને લાભ છે. ઓરેનલરના જણાવ્યા મુજબ 1 લીટર વીંછીના ઝેરની કિંમત $10 મિલિયન (આશરે રૂ. 79.8 લાખ) સુધી જઈ શકે છે. ઓરેનલરના ફાર્મમાંથી ઝેર ફ્રાન્સ, યુકે, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોમાં નિકાસ કરવામાં આવે છે.
  • ઘણી સૌંદર્ય પ્રસાધનો કંપનીઓ દાવો કરે છે કે વીંછીના ઝેરમાં ખૂબ જ ફાયદાકારક ઘટકો હોય છે. કેટલીક કંપનીઓ તેની પ્રોડક્ટ્સમાં પણ તેનો ઉપયોગ કરે છે. જો કે આ દાવા માટે હજુ સુધી કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી.

Post a Comment

0 Comments