પોતાની જ અંતિમવિધિમાં જીવતો પરત ફર્યો યુવક, પોલીસે પૂછપરછ કરી તો થયો ચોંકાવનારો ખુલાશો

  • ઘરમાં શોકનો માહોલ હતો. યુવાન પુત્રના આકસ્મિક મૃત્યુથી સૌ કોઈ દુઃખી થઈ ગયા હતા. અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી. બધા જ ખુબ રડી રહ્યા હતા. પરંતુ પછી કંઈક એવું બન્યું જેની કોઈને અપેક્ષા ન હતી. જેનો પરિવાર શોકમાં હતા તે પુત્ર જીવતો પોતાના પગે ચાલીને ઘરે પરત આવ્યો. પુત્રને જીવતો જોઈ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. તો ચાલો જાણીએ આ અદ્ભુત કિસ્સાને વિગતવાર.
  • પોતાના અંતિમ સંસ્કારમાં જીવતો પાછો ફર્યો યુવાન
  • વાસ્તવમાં આ વિચિત્ર કિસ્સો યુપીના હરદોઈ જિલ્લાનો છે. અહીં 10 ઓક્ટોબરે કોતવાલી ગ્રામ્ય વિસ્તારની કાંશીરામ કોલોનીમાં સંદીપ (24) નામનો યુવક અચાનક ગાયબ થઈ ગયો હતો. સંદીપની માતા વિદ્યાવતી અને ભાઈ સંતોષે તેની શોધખોળ શરૂ કરી હતી. તેઓએ તેના ગુમ થવા અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદ 12 ઓક્ટોબરે પરિવારને માહિતી મળી કે અંઝી-શાહાબાદ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે આવીને એક યુવકનું મોત થયું છે.
  • સંદીપનો ભાઈ લાશની ઓળખ કરવા ગયો હતો. કપડા અને હાથની આંગળીઓના ટેક્સચર પરથી તેણે લાશ તેના ભાઈ સંદીપની હોવાનું ઓળખી કાઢ્યું હતું. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપ્યો હતો. બધા ઘરે આવીને અંતિમ સંસ્કારની તૈયારી કરવા લાગ્યા. જોકે આ દરમિયાન સંદીપ ઘરે પરત ફર્યો હતો. તેને જીવતો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
  • આ કારણે થઈ બધી ગડબડ
  • બધાએ સંદીપને ઘેરી લીધો. તેણે પૂછ્યું કે તે ક્યાં હતો શું કરી રહ્યો હતો. આ દરમિયાન પોલીસને પણ માહિતી મળતા ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હવે સ્પષ્ટ થઈ ગયું હતું કે જે વ્યક્તિનો પરિવાર અંતિમ સંસ્કાર કરવાનો હતો તે સંદીપ નહીં પણ કોઈ બીજો હતો. આવી સ્થિતિમાં પોલીસે તે મૃતદેહને પોતાના કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  • પૂછપરછ દરમિયાન ગુમ થયેલા સંદીપે જણાવ્યું કે તે બધોલી ગયો હતો. સંબંધીઓએ પોલીસને જણાવ્યું કે સંદીપની માનસિક સ્થિતિ સારી નથી. તેથી જ તે બોલ્યા વગર ગમે ત્યાં ચાલ્યો જાય છે. પરિવારના સભ્યો ખૂબ જ ખુશ છે કે સંદીપ જીવતો પાછો આવ્યો છે. જે ઘરમાં અત્યાર સુધી માતમ છવાયેલો હતો ત્યાં પુત્ર જીવતો પરત ફરતાં ખુશી છવાઈ ગઈ હતી.
  • જો કે આ પહેલા પણ આવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં સંબંધીઓએ તેમના સંબંધીને મૃત માની લીધો હતો પરંતુ તે જીવતો પાછો આવ્યો હતો. હવે આ સમગ્ર મામલે તમારી પ્રતિક્રિયા શું છે અમને કમેન્ટ કરીને જણાવો.

Post a Comment

0 Comments