અજિંક્ય રહાણે બીજી વખત બન્યો પિતા, પત્નીએ આપ્યો સ્વસ્થ પુત્રને જન્મ, આ રીતે કર્યું નવજાતનું સ્વાગત

  • ભારતીય બેટ્સમેન અજિંક્ય રહાણે આ દિવસોમાં ટીમ ઇન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. તે લાંબા સમયથી ટીમમાં નથી. તે પોતાના ફોર્મ સાથે ઝઝૂમી રહ્યો છે અને ઘરેલુ મેચોમાં સખત મહેનત કરી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે અજિંક્ય રહાણેના ઘરમાં ખુશીનો માહોલ છે. અજિંક્ય રહાણેના ઘરે દશેરાના દિવસે સારા સમાચાર આવ્યા છે.
  • ભારતીય બેટ્સમેન અજિંક્ય રહાણે બીજી વખત પિતા બન્યો છે. તેમની ત્રણ વર્ષની પુત્રી આર્યાને વિજયાદશમી પર એક નાનો ભાઈ મળ્યો છે. રહાણેએ પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા બીજી વખત પિતા બનવાની ખુશખબર આપી છે.

  • બેટ્સમેન રહાણેએ માહિતી શેર કરતા લખ્યું કે તેની પત્ની રાધિકાએ સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો છે. માતા અને બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. રહાણેના ઘરે સારા સમાચાર આવ્યા બાદ તેના ફેન્સ તેને સોશિયલ મીડિયા પર સતત અભિનંદન આપી રહ્યા છે. પોતાના ઘરે નાના મહેમાનના આગમન બાદ રહાણેએ પોતાના ચાહકો માટે એક ખાસ લેટર પણ શેર કર્યો છે. અજિંક્ય રહાણેની IPL ટીમ KKRએ પણ તેને ખાસ રીતે અભિનંદન પાઠવ્યા છે. KKRએ લખ્યું છે કે આ નવજાત શિશુ માટે નાના કદની જર્સી પણ તૈયાર કરવામાં આવી રહી છે. જેના પર રહાણે લખવામાં આવશે.
  • ઉલ્લેખનીય છે કે અજિંક્ય રહાણે અને રાધિકાના લગ્ન 26 સપ્ટેમ્બર 2014ના રોજ મરાઠી રીતિ-રિવાજ મુજબ થયા હતા. તેમના લગ્નના લગભગ 5 વર્ષ પછી આ દંપતીએ 5 ઓક્ટોબર 2019 ના રોજ તેમની પુત્રી આર્યાનું સ્વાગત કર્યું. હવે એ પણ વિચિત્ર સંયોગ છે કે દીકરીના ત્રીજા જન્મદિવસે એટલે કે 5 ઓક્ટોબરે દંપતીએ તેમના પુત્રનું સ્વાગત કર્યું છે. તમને જણાવી દઈએ કે અજિંક્ય અને રાધિકાના લગ્ન એક ક્રિકેટ સ્ટાર સ્ટટેડ લગ્ન હતા જેમાં તેમના ઘણા સાથી ક્રિકેટરો અને 'BCCI'ના સભ્યોએ હાજરી આપી હતી. આ લગ્નમાં દુલ્હા-દુલ્હાને પરંપરાગત મહારાષ્ટ્રીયન પોશાક પહેર્યા હતા.
  • તે જાણીતું છે કે મુંબઈનો ક્રિકેટર અજિંક્ય રહાણે એક સમયે ભારતના ત્રણેય ફોર્મેટનો મહત્વનો ખેલાડી હતો પરંતુ આ દિવસોમાં તે ટીમની બહાર ચાલી રહ્યો છે. IPLમાં અજિંક્ય રહાણે રાજસ્થાન રોયલ્સની કપ્તાની કરી છે. T20 અને ODIમાંથી પહેલા જ બહાર થઈ ગયેલો અજિંક્ય હવે ટેસ્ટ ટીમમાં પણ વાપસી કરવાની તકો શોધી રહ્યો છે. તે ઘણા સમયથી તેના ફોર્મને શોધી રહ્યો હતો. આ દિવસોમાં અજિંક્ય રહાણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી રહ્યો છે. તેણે વેસ્ટ ઝોન માટે છેલ્લી મેચ આ વર્ષે 21 સપ્ટેમ્બરે સાઉથ ઝોન સામે રમી હતી. તાજેતરમાં રહાણેએ નોર્થ ઈસ્ટ ઝોન સામે પણ 207 રનની અણનમ ઇનિંગ રમી હતી.

Post a Comment

0 Comments