રામ રહીમે જેલમાંથી બહાર આવ્યા બાદ બદલી નાખ્યું હનીપ્રીતનું નામ, હવે આ નામથી જ બોલાવાશે 'દીદી'

  • ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ જે તેની બે શિષ્યો પર બળાત્કારના આરોપમાં 20 વર્ષની સજા ભોગવી રહ્યા છે તેને આ વર્ષે ત્રીજી વખત 40 દિવસના પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો છે. જેલમાંથી બહાર આવ્યા બાદ રામ રહીમે પોતાની પુત્રી હનીપ્રીતનું નામ બદલી નાખ્યું છે.
  • જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ જેઓ તેની બે શિષ્યો પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની સજા ભોગવી રહ્યા છે તેને આ વર્ષે ત્રીજી વખત 40 દિવસના પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો છે. ગુરમીત રામ રહીમ સિંહના પરિવારે તેના માટે પેરોલની માંગણી કરી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ રામ રહીમે પોતાની દત્તક પુત્રી હનીપ્રીતનું નામ બદલી નાખ્યું છે. તેણે હનીપ્રીતને જે નવું નામ આપ્યું છે તે રૂહાની દીદી ઉર્ફે રૂહ દીદી છે.
  • ગુરમીત રામ રહીમ સિંહે કહ્યું અમારી દીકરીનું નામ હનીપ્રીત છે. દરેક જણ તેને 'દીદી' કહે છે તેથી તે મૂંઝવણ ઊભી કરે છે કારણ કે દરેક છોકરી 'દીદી' છે. તેથી જ હવે અમે તેનું નામ 'રુહાની દીદી' અને 'રુહ દી' રાખ્યું છે જેથી તેનો ઉચ્ચાર સરળ બને.
  • Our daughter is called Honeypreet. Since everyone calls her 'didi', it causes confusion as everyone is 'didi'. So we have now named her 'Ruhani Didi' modernised it to easy to pronounce, 'Ruh Di': Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim
  • 2017થી જેલમાં છે રામ રહીમ
  • રામ રહીમ બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત જાહેર થયા બાદ 2017થી સુનારિયા જેલમાં બંધ છે. રામ રહીમ 15 ઓક્ટોબરે જેલમાંથી બહાર આવ્યો હતો. ગયા વર્ષે રામ રહીમને તેની પત્ની હરજીત કૌરની અરજી પર પેરોલ મંજૂર કરવામાં આવ્યો હતો કે તેની 85 વર્ષીય માતા નસીબ કૌર જે હૃદયની બિમારીથી પીડાતી હતી તે ગંભીર રીતે બીમાર છે. જૂન 2019 માં રામ રહીમની તરફેણ કરવા બદલ રાજ્યની ભાજપ સરકારને વિરોધ પક્ષો દ્વારા ઘેરવામાં આવ્યા પછી રામ રહીમે તેની પેરોલ અરજી પાછી ખેંચી લીધી.
  • આ ઉપરાંત હાઈકોર્ટે તેની દત્તક પુત્રીના લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે તેની પેરોલ અરજીને ખરીચ કરી દીધી હતી. ઓગસ્ટ 2017માં રામ રહીમને બે મહિલાઓ પર બળાત્કાર કરવાના આરોપમાં 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જાન્યુઆરી 2019 માં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે પણ 16 વર્ષ પહેલા પત્રકાર રામચંદર છત્રપતિની હત્યા માટે રામ રહીમ અને અન્ય ત્રણને આજીવન કેદની સજા ફટકારી હતી. 25 ઓગસ્ટ 2017ના રોજ તેમની સજાને કારણે પંચકુલા અને સિરસામાં હિંસા થઈ હતી જેમાં 41 લોકો માર્યા ગયા હતા અને 260થી વધુ ઘાયલ થયા હતા.

Post a Comment

0 Comments