ટોલ બૂથ પર થયો આવો ભયંકર અકસ્માત, કારનો કાચ તોડીને બહાર નીકળી ગયો ડ્રાઈવર અને પછી....

  • રસ્તા પર થતા અકસ્માતો ખરેખર ઘણા લોકો માટે ચિંતાનું કારણ બની ગયા છે. આવી સ્થિતિમાં જ્યારે વાહન ચાલક બેદરકારીથી વાહન ચલાવવાનું શરૂ કરે છે ત્યારે રસ્તા પરના લોકોના જીવ જોખમમાં મુકાય છે.
  • તમે રસ્તા પર જેટલા સતર્ક થાઓ છો તે ઓછું થતું જાય છે કારણ કે કેટલાક જિદ્દી લોકો ન તો પોલીસ કે સરકાર દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરે છે અને ન તો તેઓને પોતાના જીવની પરવા હોય છે. આ વીડિયો જોયા પછી પણ તમે કહેશો કે ડ્રાઈવરને પોતાની પરવા નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.
  • થઇ જોરદાર ટક્કર
  • રોડ પર ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઘટના પણ આવા જ CCTV કેમેરામાં કેદ થઈ હતી અને હવે તે ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં એક કાર ટોલ બૂથ તરફ ખૂબ જ સ્પીડમાં આવતી જોઈ શકાય છે. પરંતુ તે પછી શું થયું જુઓ આ ભયાનક વીડિયોમાં...
  • ડ્રાઈવર બહાર ફેંકાઈ ગયો!
  • આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક કાર ટોલ બૂથના ડિવાઈડર સાથે એટલી સ્પીડમાં અથડાય છે કે કાર ઉડી જાય છે. આ અકસ્માતની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ટક્કર એટલી જોરદાર હતી કે ડ્રાઈવર વાહનના કાચ તોડીને નીચે ફેંકાય જાય છે. વીડિયોના અંતમાં જોઈ શકાય છે કે કારમાં આગ લાગી છે.
  • વીડિયો જોઈને લોકો ચોંકી ગયા
  • આ વીડિયોને જોઈને ઘણા લોકો દંગ રહી ગયા હતા. તમને જણાવી દઈએ કે હજારો લોકોએ (સોશિયલ મીડિયા યુઝર્સ) વીડિયોને જોયો છે અને લાઈક કર્યો છે. એટલું જ નહીં કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની વાત કરવા લાગ્યા. રસ્તા પરની આ પ્રકારની બેદરકારી માત્ર પોતાના જીવન પર જ નહીં પરંતુ અન્યના જીવન પર પણ મૃત્યુના પડછાયા બની જાય છે.

Post a Comment

0 Comments