ગૂગલ પર એક મહિનામાં બીજી વખત ફટકારવામાં આવ્યો અધધ કરોડનો દંડ, આ ગુનામાં કરવામાં આવી કાર્યવાહી

  • CCIએ ગૂગલના મનસ્વી વલણ પર કડક વલણ અપનાવ્યું છે. CCIએ 5 દિવસમાં બીજી વખત ગૂગલ પર ભારે દંડ ફટકાર્યો છે.
  • કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) અનુસાર જો કોઈ એપ ડેવલપર તેની એપ ગૂગલ પ્લેસ્ટોર પર વેચવા માંગે છે અથવા એપ/મોબાઈલ ગેમ દ્વારા પૈસા કમાવવા માંગે છે તો તેણે ગૂગલની પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો પડશે. સીસીઆઈના મતે આ ઈન્ડિયન કોમ્પિટિશન એક્ટનું ઉલ્લંઘન છે.
  • જાણો શું છે સમગ્ર મામલો
  • આથી CCIએ ગૂગલ પર 936.44 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ સાથે ગૂગલને આદેશ આપવામાં આવ્યો છે કે ગૂગલ પ્લે સ્ટોર પર એપ ડેવલપર્સને થર્ડ પાર્ટી પેમેન્ટ સિસ્ટમ અને UPI હેઠળ પૈસા કમાવવાની મંજૂરી આપે. ઉપરાંત CCI એ Google ને આદેશ આપ્યો છે કે Google કોઈપણ APP ડેવલપરને તેની પોતાની ચુકવણી સિસ્ટમનો ઉપયોગ કરવા દબાણ કરી શકશે નહીં.
  • પહેલા પણ થઈ ચુકી છે ગૂગલ પર કાર્યવાહી
  • તમને જણાવી દઈએ કે 20 ઓક્ટોબરે CCIએ ગૂગલ પર 1337 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ દ્વારા તેની એપનું વર્ચસ્વ જાળવી રાખવા માટે સીસીઆઈએ તે સમયે તેની એપ્સને પ્રી-ઇન્ટોલ તરીકે આપવા અને યુઝરને તેને ડિલીટ કરવાની મંજૂરી ન આપવા બદલ દંડ ફટકાર્યો હતો.
  • ગૂગલે કહ્યું હતું..
  • CCIની કાર્યવાહી બાદ તેના આદેશમાં ગૂગલને અન્યાયી વ્યાપારી ગતિવિધિઓ રોકવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સાથે કામ કરવાની રીતોમાં પણ ફેરફાર કરવાનું કહ્યું હતું. જે બાદ ગૂગલે સ્પષ્ટતા કરી હતી કે ભારતીય ગ્રાહકો માટે આ એક મોટો આંચકો છે. અમે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાના આદેશની સમીક્ષા કરીશું જે સ્પર્ધા વિરોધી પ્રથાઓ માટે રૂ. 1,338 કરોડનો દંડ લાદશે.

Post a Comment

0 Comments