કોણ છે એ વ્યક્તિ કે જેના કારણે પંખાથી લટકી ગઈ વૈશાલી ઠક્કર? પતિ-પત્ની મળીને કરતા હતા ટોર્ચર!

 • ટીવીની જાણીતી અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યા બાદ બધા ચોંકી ગયા છે. તેના પરિવારથી લઈને ફેન્સના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો કહે છે કે આખરે આટલી મોટી અભિનેત્રીએ પોતાની જિંદગીનો આ રીતે અંત કેમ કર્યો? નોંધનીય છે કે વૈશાલીએ ઈન્દોરમાં પોતાના ઘરમાં સીલિંગ ફેન સાથે લટકીને આત્મહત્યા કરી હતી. અભિનેત્રીના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેનો પૂર્વ બોયફ્રેન્ડ તેને લાંબા સમયથી હેરાન કરી રહ્યો હતો.
 • હવે આ સુસાઈડ નોટ દ્વારા આ કેસનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. તો ચાલો જાણીએ કોણ છે તે વ્યક્તિ જેના કારણે વૈશાલી ઠક્કરે પોતાના જીવનનો કાયમ માટે અંત કર્યો?

 • 2 વર્ષથી બોયફ્રેન્ડ કરતો હતો ટોર્ચર
 • વાસ્તવમાં વૈશાલીએ પોતાની સુસાઈડ નોટમાં જે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે તેનું નામ રાહુલ નવલાની છે. રિપોર્ટ અનુસાર રાહુલ અને વૈશાલી ઠક્કર લાંબા સમયથી એકબીજાને ડેટ કરે છે. વૈશાલી રાહુલને ઘણા સમયથી ઓળખતી હતી કારણ કે વૈશાલીના પિતા અને રાહુલના પિતા એકબીજાના સારા મિત્રો છે. આવી સ્થિતિમાં બંને એકબીજાના ઘરે આવતા જતા હતા.
 • આ દરમિયાન બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. જોકે આ દરમિયાન બંનેનું બ્રેકઅપ પણ થઈ ગયું અને બંને અલગ-અલગ જીવન જીવવા લાગ્યા. પરંતુ રાહુલે વૈશાલી ઠક્કરને તેનો ફોટો વાયરલ કરવાના નામે ધમકાવવાનું શરૂ કર્યું હતું. આપને જણાવી દઈએ કે વૈશાલી ઠક્કરે પોતે સુસાઈડ નોટમાં રાહુલના નામનો ઉલ્લેખ કર્યો છે અને તેણે જણાવ્યું કે કેવી રીતે આ 2 વર્ષમાં રાહુલે તેનું યૌન શોષણ કર્યું અને માનસિક ત્રાસ આપ્યો.
 • અભિનેત્રીની સુસાઈડ નોટ
 • વૈશાલી ઠક્કરની સુસાઈડ નોટ મુજબ "મા પપ્પા. બસ હવે તમે લોકો મારા માટે ખૂબ જ પરેશાન થયા અને હું પણ માત્ર હું જ જાણું છું કે મેં 2 વર્ષમાં કયું યુદ્ધ લડ્યું છે. રાહુલ નવલાણીએ મારી સાથે શું ખોટું કર્યું છે તે હું કહી શકતી નથી. મારું કેવી રીતે ભાવનાત્મક રીતે શોષણ કરવામાં આવ્યું અને શારીરિક શોષણ પણ કરવામાં આવ્યું છે. અને છેલ્લે તેણે કહ્યું કે હું તારા લગ્ન નહીં થવા દઉં.


 • તેણે તે કર્યુ. રાહુલ અને તેના પરિવારને સજા અપાવજો. માનસિક રીતે રાહુલ અને તેની પત્ની દિશાએ મને 2.5 વર્ષ સુધી ટોર્ચર કરી હતી. નહિ તો મારા આત્માને શાંતિ નહિ મળે. તમને મારી શમ છે. ખુશ રહેજો. હું તમને ખુબ જ પ્રેમ કરું છું મિતેશને પણ સૉરી કહેજો. ક્વાઇટ. વૈશાલી ટક્કર."
 • અભિનેત્રીના ભાઈએ કહ્યું સત્ય
 • તમને જણાવી દઈએ કે અભિનેત્રી વૈશાલીના ભાઈ નીરજે રાહુલ વિશે ઘણી વાતો કહી. નીરજે કહ્યું “રાહુલ અઢી વર્ષથી વૈશાલીને હેરાન કરતો હતો. તે અમારી કોલોનીમાં રહેતા હતા. બંને સાથે જિમ કરતા હતા. વૈશાલીએ કહ્યું હતું કે રાહુલ તેને હેરાન કરતો હતો. અમે આ વિશે વાત પણ કરી હતી. અમે વિચાર્યું કે અમે એકબીજા સાથે વાત કરીને સમસ્યા હલ કરીશું. તેઓ માત્ર પાડોશી જ છે તો પોલીસ પાસે શા માટે જાય છે.
 • જયારે આ લોકો ફરવા ગયા હશે ત્યારે તે તેના ફોટાના નામે વૈશાલીને ધમકી આપતો હતો. કહેતો હતો કે હું તારો ફોટો બધાને બતાવીશ તારા લગ્ન નહિ દઉં. વૈશાલીની એક જગ્યાએ સગાઈ થઈ હતી એટલે રાહુલ છોકરાને આ છોકરી સાથે લગ્ન ન કરવાનો મેસેજ કરતો હતો. વૈશાલી પોતાનું કામ પતાવીને લગ્ન માટે ઈન્દોર આવી હતી. તેમના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન રાહુલ તેને હેરાન કરતો હતો." અભિનેત્રીએ 16 ઓક્ટોબરે આત્મહત્યા કરી હતી. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. રવિવારે પોલીસે રાહુલ નવલાણીને પણ કસ્ટડીમાં લીધો હતો.

Post a Comment

0 Comments