ભારતીય સેનાનું હેલિકોપ્ટર 'ચિતા' અરુણાચલના તવાંગમાં ક્રેશ, લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવ શહિદ

  • ભારતીય સેનાનું હેલિકોપ્ટર ચિત્તા અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયું હતું જેમાં સેનાના એક અધિકારીનું મોત થયું હતું.
  • ન્યૂઝ એજન્સી ANI અનુસાર અરુણાચલના તવાંગમાં 'ચિતા' ક્રેશ થયું છે. હેલિકોપ્ટરે સવારે લગભગ 10:00 વાગ્યે ઉડાન ભરી જે દરમિયાન તે ક્રેશ થયું. હેલિકોપ્ટરમાં બે પાયલટ સવાર હતા. ક્રેશ થયા બાદ બંનેને બહાર કાઢીને નજીકની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવને બચાવી શકાયા ન હતા. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બીજા પાયલોટની સારવાર ચાલી રહી છે.
  • અકસ્માત કેમ અને કેવી રીતે થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. સેના આ મામલે તપાસની વાત કરી રહી છે જેથી દુર્ઘટનાનું સાચું કારણ જાણી શકાય.

Post a Comment

0 Comments