કેદારનાથ પાસે પહાડ સાથે અથડાઈને હેલિકોપ્ટર થયું ક્રેશ, અકસ્માતમાં 7 લોકોનાં કમકમાટી ભર્યા મોત

 • આર્યન કંપનીના હેલિકોપ્ટરમાં બે પાઈલટ સહિત 7 લોકો સવાર હતા. કેદારનાથથી દેહરાદૂન જતા માર્ગમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે.
 • ઉત્તરાખંડના કેદારનાથ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ ભયાનક અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. આ હેલિકોપ્ટર આર્યન કંપનીનું કહેવાય છે. માહિતી આપતાં મુખ્યમંત્રીના વિશેષ પ્રધાન સચિવ અભિનવ કુમારે જણાવ્યું કે ઉત્તરાખંડના ફાટામાં હેલિકોપ્ટર કેશ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. જ્યારે આ હેલિકોપ્ટર કેદારનાથથી શ્રદ્ધાળુઓને પરત લાવી રહ્યું હતું ત્યારે ગરુડચટ્ટી પાસે આ અકસ્માત થયો હતો. આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
 • હેલિકોપ્ટરમાં સવાર હતા 7 લોકો
 • મળતી માહિતી મુજબ ખાનગી કંપનીના હેલિકોપ્ટરમાં 7 લોકો સવાર હતા. ભક્તો કેદારનાથ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા પરંતુ રસ્તામાં હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. હેલિકોપ્ટરમાં સવાર પાયલટ સહિત સાત લોકોના મોત થયા છે.
 • કેદારનાથ જઈ રહેલા શ્રદ્ધાળુઓનું હેલિકોપ્ટર ક્રેશ
 • નોંધપાત્ર વાત એ છે કે કેદારનાથ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી રહ્યા છે. મોટાભાગના લોકો પગપાળા કેદારનાથ મંદિર પહોંચે છે અને કેટલાક લોકો આ માટે હેલિકોપ્ટરની મદદ પણ લે છે. આજે (મંગળવારે) કેદારનાથ મંદિરે જઈ રહેલા ભક્તોનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
 • કેન્દ્રીય ગૃહમંત્રીએ આ અકસ્માત પર કર્યો શોક વ્યક્ત
 • કેદારનાથ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે કેદારનાથ યાત્રાળુઓને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરના દુર્ઘટનાની ઘટના ખૂબ જ દુઃખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
 • ખરાબ હવામાનને કારણે અકસ્માતની આશંકા
 • જણાવવામાં આવી રહ્યું છે કે કેદારનાથ પાસે ખાનગી કંપની આર્યન કંપનીનું હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બન્યું છે. ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ક્રેશ થવાની આશંકા છે.
 • જાણીએ કે હેલિકોપ્ટર ટેક ઓફ કર્યાના થોડી જ વારમાં ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર પહાડ સાથે અથડાતાની સાથે જ આગ લાગી હતી. હેલિકોપ્ટર કેદારનાથથી દેહરાદૂન જઈ રહ્યું હતું.

Post a Comment

0 Comments