60 વર્ષમાં પહેલીવાર નહાયો 'દુનિયાનો સૌથી ગંદો માણસ', નહાયા બાદ થયું મોત

  • અમો હાજીએ રવિવારે ઈરાનના દેજગાહ ગામમાં અંતિમ શ્વાસ લીધા. ઈરાનના સમાચાર મુજબ હાજી એકલો રહેતો હતો અને બીમાર પડવાના ડરથી તેણે 60 વર્ષથી સ્નાન કર્યું ન હતું. જો કે થોડા મહિના પહેલા તેના ગામના લોકોએ તેને બળજબરીથી નવડાવ્યો હતો ત્યારે હાજીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
  • દુનિયાના સૌથી ગંદા માણસ તરીકે ઓળખાતા ઈરાનના માણસનું આખરે મોત થયું છે. 94 વર્ષીય અમો હાજીએ લગભગ 60 વર્ષથી સ્નાન કર્યું ન હતું.
  • ધ ગાર્ડિયનના સમાચાર અનુસાર તેમણે રવિવારે ઈરાનના દેજગાહ ગામમાં અંતિમ શ્વાસ લીધા. ઈરાનના સમાચાર મુજબ હાજી એકલો રહેતો હતો અને બીમાર પડવાના ડરથી તેણે 60 વર્ષથી સ્નાન કર્યું ન હતું. જો કે થોડા મહિનાઓ પહેલા તેના ગામના લોકોએ તેને બળજબરીથી સ્નાન કરાવ્યું હતું ત્યારે હાજીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે વર્ષો સુધી ન નહાવાનો હાજીનો રેકોર્ડ ખરેખર સાચો હતો.
  • રસ્તાના કિનારે મૃત પ્રાણીઓ ખાતો હતો હાજી
  • હાજી ઈંટોની ખુલ્લી ઝૂંપડીમાં રહેતો હતો અને યુવાનીમાં ખરાબ સમયની અસરને કારણે ન નહાવાની જીદ પર મક્કમ હતો અને બીમાર પડવાના ડરથી 60 વર્ષ સુધી તેણે સ્નાન કર્યું ન હતું. એવો પણ દાવો કર્યો હતો કે હાજી રસ્તાના કિનારે મૃત પ્રાણીઓ ખાતો હતો અને પ્રાણીઓના મળથી ભરેલી પાઇપમાંથી ધૂર્મપાન કરતો હતો.
  • તેઓ માનતા હતા કે સ્વચ્છતા તેમને બીમાર કરી શકે છે. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરોમાં તેઓ એકસાથે અનેક સિગારેટ પીતા પણ જોવા મળે છે. તેમના અપ્રતિમ રેકોર્ડને કારણે તેમના જીવનનું વર્ણન કરતી 'ધ સ્ટ્રેન્જ લાઇફ ઑફ અમાઉ હાજી' નામની શૉર્ટ ડોકયુમેન્ટરી પણ 2013માં બનાવવામાં આવી હતી.
  • આટલી બધી ગંદકી હોવા છતાં એકદમ ફિટ હતો હાજી
  • જ્યારે અમો જીવતો હતો ત્યારે ઘણા નિષ્ણાતો પણ તેમની પાસે આવ્યા હતા અને જાણવા મળ્યું હતું કે તેમના શરીરમાં કોઈ પરજીવી નથી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમના શરીરમાં કોઈ રોગ નથી નીકળ્યો. જે રીતે તેની જીવનશૈલી હતી. ઘણા સંશોધકો પણ આનાથી આશ્ચર્યચકિત થયા કારણ કે તેમના અનુસાર પણ આ વડીલો સંપૂર્ણપણે ફિટ હતા. દેજગાહમાં રહેતા સ્થાનિક ગ્રામજનો કહે છે કે તેઓ તેમની જીવનશૈલીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. કારણ કે તે ક્યારેય બીમાર થયો ન હતો. તેમ જ તે કોઈ બેક્ટેરિયાની પકડમાં પણ આવ્યો ન હતો.

Post a Comment

0 Comments