45 વર્ષ બાદ થયો દીકરીનો જન્મ તો ખુશીથી જૂમી ઉઠ્યો પરિવાર, નાની પરીને ડોલીમાં બેસાડીને લાવ્યા ઘરે

  • દીકરી એ ભગવાને આપેલી એવી ભેટ છે જે દરેકને મળતી નથી. દીકરીઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. જે ઘરમાં દીકરીઓ હોય છે તે ઘરમાં એક અલગ જ રોનક જોવા મળે છે. દીકરીઓ એવી હોય છે જે સારા-ખરાબ સમયમાં પોતાના પરિવારની સાથે રહે છે. એક દીકરી ઘણી બધી જવાબદારીઓ સારી રીતે નિભાવતી જોવા મળે છે પરંતુ વર્તમાન સમયમાં પણ ક્યાંક ને ક્યાંક દીકરીઓ પ્રત્યે રૂઢિચુસ્ત વિચાર સમાજમાં પ્રભુત્વ ધરાવે છે.
  • આજે પણ જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે કેટલાક લોકો ખુશ થવાને બદલે દુઃખી થઈ જાય છે પરંતુ સમયની સાથે હવે લોકોની વિચારસરણી પણ બદલાતી જોવા મળી રહી છે. દીકરીના જન્મ પર લોકો ખૂબ જ ઉજવણી કરે છે. આવું જ એક દ્રશ્ય બિહારમાં જોવા મળ્યું છે જ્યાં 45 વર્ષ બાદ પરિવારમાં દીકરીનો જન્મ થયો તો તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દીકરીના જન્મથી પરિવારની ખુશીની કોઈ પાર ન રહ્યો આખો પરિવાર આનંદથી ઝુમી ઉઠ્યો. દીકરીને તેની માતા સાથે હોસ્પિટલમાંથી ડોલીમાં બેસાડીને ઘરે લાવવામાં આવી હતી.
  • 45 વર્ષ પછી પરિવારમાં થયો દીકરીનો જન્મ
  • ખરેખર આજે અમે તમને જે સમાચાર જણાવી રહ્યા છીએ તે બિહારના છપરાના છે જ્યાં 45 વર્ષના લાંબા અંતરાલ પછી એક પરિવારમાં દીકરીનો જન્મ થયો તો આખો પરિવાર આનંદથી નાચવા લાગ્યો. તેને ઘરે લાવવા માટે ડોલી શણગારવામાં આવી હતી અને બેન્ડ-બાઝાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. નાની દીકરી રાની હોસ્પિટલમાંથી ઘરે આવી ત્યારે તેના સ્વાગત માટે ઉત્સવની જેમ વ્યવસ્થા કરવામાં આવી હતી.
  • જણાવી દઈએ કે છપરાના એકમા નગર પંચાયત વિસ્તારના રહેવાસી ધીરજ ગુપ્તાની પત્નીએ એકમાની એક ખાનગી હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. દીકરીનો જન્મ થતાં પરિવારની ખુશીનો પાર ન રહ્યો. પરિવાર નાની દીકરી રાણીને પાલખીમાં બેસાડીને બેન્ડ-બાઝની સાથે ઘરે લઈ આવ્યો હતો. દીકરીના જન્મથી ખુશ પિતાએ દીકરીને હોસ્પિટલમાંથી ઘરે લાવવા માટે એમ્બ્યુલન્સને બદલે ડોલી સજાવી હતી. મહિલાઓ સ્વાગતમાં ગીત ગાઈ રહી હતી જ્યારે પરિવારના અન્ય સભ્યો ઢોલની ધૂન પર નાચતા રહ્યા.
  • દીકરીઓ હોય છે લક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ
  • 45 વર્ષ બાદ આ પરિવારમાં દીકરીનો જન્મ થયો છે આ પરિવાર ઘણો ખુશ છે. પરિવારે ખુશીથી હોસ્પિટલમાં નોંટોનો વરસાદ કર્યો. આ પછી હોસ્પિટલના તમામ કર્મચારીઓના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. સ્વજનોએ ગામમાં મીઠાઈ વહેંચી હતી અને જ્યારે દીકરીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે તેને ડોલીમાં લાવવામાં આવી હતી.
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધીરજ ગુપ્તાના મોટા ભાઈ બબલુ ગુપ્તાએ કહ્યું કે તેના ચાર ભાઈઓ છે પરંતુ ઘરમાં કોઈને દીકરી નહોતી. આ પરિવારમાં ક્યારે દીકરીનો જન્મ થશે તેની દરેક વ્યક્તિ ઝંખતી હતી. તેમણે જણાવ્યું કે લગભગ 45 વર્ષ બાદ તેમના પરિવારમાં દીકરીનો જન્મ થયો છે.
  • પરિવારના વડા અને આ નાની બાળકીના દાદા શિવજી પ્રસાદે કહ્યું કે દીકરીઓ લક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ છે. તમને જણાવી દઈએ કે આ પરિવારે દીકરીનું નામ સાવની રાખ્યું છે.

Post a Comment

0 Comments