25 પૈસાના શેરે આપ્યું જબરદસ્ત વળતર, જોખમ લઈને રોકાણકારો બન્યા કરોડપતિ!

  • મલ્ટિબેગર પેની સ્ટોક્સ તેમના રોકાણકારોને ટૂંકા ગાળામાં જબરદસ્ત વળતર આપે છે. પરંતુ કેટલીકવાર રોકાણકારોનો દાવ ઉલટો પણ પડી શકે છે. રાજ રેયોનના શેરે છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે. આ 25 પૈસાનો સ્ટોક પાંચ વર્ષમાં 20 રૂપિયાને પાર કરી ગયો છે.
  • પેની સ્ટોક કેટલીકવાર લોકોને ટૂંકા સમયમાં જબરદસ્ત નફો કમાવી આપે છે. રોકાણની રકમ એક વર્ષમાં અનેક ગણી વધી જાય છે. કેટલીકવાર રોકાણની સંપૂર્ણ રકમ સ્વાહા પણ થઈ જાય છે. આવો જ એક પેની સ્ટોક છે રાજ રેયોન સ્ટોકના શેરમાં રોકાણ કરનાર રોકાણકારોને જબરદસ્ત નફો થયો છે. આ કંપનીના શેરે એક વર્ષમાં 1570 ટકાનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. તે જ સમયે રોકાણકારોને છેલ્લા એક મહિનામાં 39 ટકા વળતર મળ્યું છે. પાંચ વર્ષના ગાળામાં આ શેરમાં 8920 ટકાનો ઉછાળો આવ્યો છે અને તેમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. આજે પણ રાજ રેયોનના શેર ગ્રીનમાં ટ્રેડ કરી રહ્યા છે.
  • બે લાખનું રોકાણ બે કરોડની નજીક
  • પાંચ વર્ષ પહેલા 27 ઓક્ટોબર 2017ના રોજ રાજ રેયોનના શેરની કિંમત માત્ર 25 પૈસા હતી. જે પાંચ વર્ષ પહેલા કોઈ રોકાણકારે 25 પૈસાના દરે બે લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેની રકમ આજે એક કરોડ 80 લાખ રૂપિયા થઈ ગઈ હોત. છેલ્લા છ મહિનાની શેરની મૂવમેન્ટ પર નજર કરીએ તો તે રૂ. 3.60 થી રૂ. 22.55 પર પહોંચી ગયા છે.
  • આજે પણ શેરમાં ઉછળો
  • આજે પણ રાજ રેયોનના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનો શેર 1.81 ટકા વધીને 22.55 પર ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં આ શેરમાં પાંચ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. તેનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 22.55 છે. તે જ સમયે જો આપણે લો શેર વિશે વાત કરીએ તો તે 1.35 રૂપિયા થઈ ગયો છે.
  • નિષ્ણાતોનો અભિપ્રાય
  • નિષ્ણાતોના મતે કોઈપણ કંપનીના શેર ખરીદતા પહેલા તેના વિશે સંપૂર્ણ તપાસ કરો. કંપનીના વ્યવસાયથી લઈને તેના છેલ્લા વર્ષના ચોખ્ખા નફા અને આવક સુધી તેને તપાસી લો. આ સિવાય કંપનીના ભાવિ ગ્રોથ, પ્રોડક્ટ અને પરફોર્મન્સ વિશે જાણકારી મેળવ્યા પછી જ રોકાણ કરો. શેર ખરીદતા પહેલા બજારના નિષ્ણાતોની સલાહ લો. તમે ગુમાવી શકો તેટલું જ પેની સ્ટોક્સમાં રોકાણ કરો. આવા શેરોમાં લાંબા સમય સુધી રોકાણ ન કરો.(નોંધઃ કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની મદદ લો)

Post a Comment

0 Comments