સુર્ય ગ્રહણ 2022: આ રાશિના લોકો માટે અશુભ રહેશે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ

  • સૂર્યગ્રહણ એક એવી ઘટના છે જેનું મહત્વ જ્યોતિષશાસ્ત્ર ધર્મથી લઈને વિજ્ઞાનમાં પણ છે. વર્ષ 2022નું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે. આ દિવસે ગોવર્ધન પૂજા પણ કરવામાં આવે છે. 25 ઓક્ટોબરે થનાર સૂર્યગ્રહણ લગભગ 4 કલાક અને 3 મિનિટ સુધી ચાલશે. અગાઉ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલ 2022 ના રોજ થયું હતું જે ભારતમાં દેખાયુ ન હતું. ગોવર્ધન પૂજાના દિવસે આ ગ્રહણની અસર ભારત અને તમામ 12 રાશિઓ પર પડશે.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેની શુભ અસર કેટલીક રાશિઓ પર જોવા મળી શકે છે. પરંતુ સાથે એવી કેટલીક રાશિઓ છે જેના પર આ ગ્રહણની અસર નકારાત્મક રહેશે. આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે.
  • વૃષભ
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહણ વૃષભ રાશિના લોકોને થોડું નુકસાન પહોંચાડી શકે છે. આ રાશિના લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થવાની છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.
  • મિથુન
  • આ લોકોના નોકરી કે વ્યવસાયમાં કેટલાક બદલાવ જોવા મળી શકે છે. આ લોકોને મુસાફરી દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે. આ પરિવર્તન તમારા માટે યોગ્ય સાબિત થશે નહીં. આવી સ્થિતિમાં આ સમયે થોડો વિચાર કરીને જ નિર્ણય લો. તમને કોઈ પ્રકારનું આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
  • વૃશ્ચિક
  • વૃશ્ચિક રાશિના લોકો માટે પણ આ ગ્રહણ શુભ રહેશે નહીં. આ લોકોની આવકમાં ઘટાડો થઈ શકે છે. તમે પૈસા પણ ગુમાવી શકો છો. તમારી વાણી સારી નહીં રહે. ખોટું બોલવાથી તમને ઘણું નુકસાન થઈ શકે છે.
  • તુલા
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે સૂર્ય તુલા રાશિમાં રહેવાનો છે. આવી સ્થિતિમાં આ સૂર્યગ્રહણની મહત્તમ અસર તુલા રાશિમાં જ જોવા મળશે. આ દરમિયાન તેમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. તેનાથી આ લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. હાર્ટના દર્દીઓએ થોડી વધુ કાળજી રાખવાની જરૂર છે.
  • કન્યા
  • કન્યા રાશિના લોકોએ પણ આ દિવસે સાવધાન રહેવાની જરૂર છે. આ ગ્રહણ તેમના માટે પણ શુભ નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોનો બિઝનેસ વિદેશ સાથે સંબંધિત છે તેઓએ આ સમયે મોટા નિર્ણય લેવાથી બચવું જોઈએ. આ દરમિયાન તમારો ખર્ચ વધી શકે છે.

Post a Comment

0 Comments