સનરાઇઝર્સ હૈદરાબાદેના મુખ્ય કોચ પદેથી ટોમ મૂડીની વિદાઇ, હવે આ દિગ્ગજ બલ્લેબાજ સંભાળશે જવાબદારી

  • સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલની આગામી સિઝન માટે બ્રાયન લારાને તેમના હેટ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.
  • ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્ય કોચ ટોમ મૂડીને ટીમમાંથી રજા આપવામાં આવી છે. તેમના સ્થાને ટીમના બેટિંગ કોચ બ્રાયન લારાને મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટ્વિટર પર આ માહિતી આપી હતી.
  • સનરાઈઝર્સ હૈદરાબાદે લખ્યું છે કે, 'અમારી સાથે ટોમ મૂડીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. અમે SRH ખાતે તેમની સેવાઓ બદલ તેમનો આભાર માનીએ છીએ. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેની સાથેનો પ્રવાસ અદ્ભુત રહ્યો છે. અમે તેને તેના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ.
  • આ પછી તરત જ સનરાઇઝર્સે અન્ય એક ટ્વિટ કરીને કહ્યું કે બ્રાયન લારા આવનારી IPL સિઝનમાં SRHનો મુખ્ય કોચ હશે.
  • ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટોમ મૂડી 2013 થી 2019 સુધી સનરાઇઝર્સના મુખ્ય કોચ હતા. આ દરમિયાન ટીમ 5 વખત પ્લેઓફમાં પહોંચી અને એક વખત ચેમ્પિયન પણ બની. આ પછી ઓસ્ટ્રેલિયાના ટ્રાવેલ બેલિસને 2020 માં સનરાઇઝર્સના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. જોકે એક વર્ષ બાદ સનરાઇઝમાં ટોમ મૂડીને ફરી આ જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ તેનો બીજો તબક્કો સારો ન હતો. IPL 2022 માં સનરાઇઝર્સ 14 માંથી 8 મેચ હાર્યા બાદ આઠમા નંબરે રહી હતી.
  • બ્રાયન લારા ગત સિઝનમાં સનરાઇઝર્સનો બેટિંગ કોચ હતો. ટીમના ખેલાડીઓ સાથે તેનો સારો તાલમેલ છે. આવી સ્થિતિમાં સનરાઇઝર્સે બ્રાયન લારાને નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. જણાવી દઈએ કે સનરાઇઝર્સના બોલિંગ કોચ મુથૈયા મુરલીધરન પણ ટીમના હેડ કોચ બનવાની રેસમાં સામેલ હતા.

Post a Comment

0 Comments