ગર્વની ક્ષણ! ફિફાએ ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીનું કર્યું સન્માન, રિલીઝ કરી આ ખાસ 'ડોક્યુમેન્ટરી'

  • સુનીલ છેત્રીએ ભારતમાં ફૂટબોલને એક અલગ ઓળખ આપી. એવું કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે ભારતીય ફૂટબોલના આ દિગ્ગજ ખેલાડીએ પોતાની પ્રતિભાથી દેશમાં આ રમતની લોકપ્રિયતા વધારવામાં મદદ કરી. પહેલા બધા માત્ર ક્રિકેટ પર જ વાત કરતા હતા પરંતુ આજે સુનીલ છેત્રીના અસંખ્ય ચાહકો છે. આખી દુનિયા આ ભારતીય ફૂટબોલને સલામ કરે છે. તાજેતરમાં 38 વર્ષીય સુનીલ છેત્રીનું સન્માન કરતી વખતે FIFAએ તેના પર એક ડોક્યુમેન્ટ્રી રજૂ કરી છે જેમાં તેને વિશ્વના મહાન ફૂટબોલ ખેલાડીઓમાંના એક તરીકે વર્ણવવામાં આવ્યો છે.
  • કેપ્ટન ફેન્ટાસ્ટિક સુનીલ છેત્રી
  • સુનીલ છેત્રી રોનાલ્ડો અને મેસ્સી પછી બીજા ક્રમે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરનાર છે. FIFA એ સુનીલ છેત્રીની ડોક્યુમેન્ટરી ટ્વિટ કરી અને લખ્યું, 'તમે બધા રોનાલ્ડો અને મેસ્સી વિશે જાણો છો હવે ત્રીજા સૌથી વધુ સ્કોર કરનાર સક્રિય પુરુષ આંતરરાષ્ટ્રીય ખેલાડીની વાર્તા જાણો. કેપ્ટન ફેન્ટાસ્ટિક હવે FIFA Plus પર ઉપલબ્ધ છે.
  • ફિફા દ્વારા સુનીલ છેત્રીને આપવામાં આવેલ આ સન્માન ભારતના દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ છે. તેનાથી યુવાનોમાં આ રમત પ્રત્યે રસ વધશે. ફિફા ડોક્યુમેન્ટરીમાં સુનીલની 20 વર્ષથી શરૂ થયેલી કારકિર્દીની સંપૂર્ણ વાર્તા છે. આ ડોક્યુમેન્ટ્રીનું નામ કેપ્ટન ફેન્ટાસ્ટિક છે.
  • અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે
  • સિકંદરાબાદમાં 3 ઓગસ્ટ 1984ના રોજ જન્મેલા સુનીલ છેત્રીએ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 84 ગોલ કર્યા છે. આ મામલામાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અત્યાર સુધી 117 ગોલ સાથે પ્રથમ નંબર પર અને લિયોનેલ મેસ્સી 90 ગોલ સાથે બીજા નંબર પર છે. આ સાથે જ મેસ્સી ત્રીજા નંબર પર છે. તેના પિતા આર્મીમાં હતા. તે ફૂટબોલ ખેલાડી પણ હતો. તેની માતા સુશીલા પણ નેપાળની રાષ્ટ્રીય ટીમ માટે ફૂટબોલ રમી ચૂકી છે. સુનીલને આ રમત વારસામાં મળી હતી આજે તે દેશ અને દુનિયામાં મોટું નામ છે.
  • સુનીલને 2011માં અર્જુન એવોર્ડ અને 2019માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાથે વર્ષ 2021માં ખેલ રત્ન પણ એનાયત કરવામાં આવ્યો છે. હવે ફિફા દ્વારા આ સન્માન પણ ગર્વની વાત છે.

Post a Comment

0 Comments