એ દિવસ જ્યારે વિદ્યા બાલને રસ્તા પર ભિખારીઓ સાથે ભીખ માંગી, રિતિકે હાથ મિલાવવાથી કર્યો હતો ઈંકાર

  • અભિનેત્રી વિદ્યા બાલન બોલીવુડની કેટલીક શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં શામેલ થાય છે. વિદ્યા બાલન પોતાની જબરદસ્ત એક્ટિંગથી દરેકને પોતાના દિવાના બનાવી દે છે. તે માત્ર પોતાની એક્ટિંગ માટે જ નહીં પરંતુ તેની સુંદરતાના પણ લાખો ચાહકો છે. 'ધ ડર્ટી પિક્ચર', 'કહાની' અને 'શેરની' જેવી સુપરહિટ ફિલ્મોમાં પોતાની એક્ટિંગના જલવા બતાવ્યા છે. આ સાથે જ તેને પોતાની જબરદસ્ત એક્ટિંગ માટે ઘણા મોટા મોટા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવી છે. વિદ્યા બાલનની એક્ટિંગનો અંદાજ તમે આ પરથી લગાવી શકો છો કે, એક વાર તેમણે ભિખારીનો ગેટઅપ લીધો તો દરેકે તેને ભિખારી જ સમજી લીધી.

  • ભિખારીના ગેટઅપમાં ઘણા લોકોએ તેને  છુટ્ટા પૈસા આપ્યા હતા. એટલું જ નહીં, રાહદારીએ તેને ઠપકો આપતા કામ કરવાની સલાહ પણ આપી દીધી. તમને જણાવી દઈએ કે આ વાક્ય તે સમયનું છે જ્યારે વિદ્યા બાલન પોતાની ફિલ્મ 'બોબી જાસૂસ'નું શૂટિંગ કરી રહી હતી. એક પ્રાઈવેટ અખબારના સમાચાર મુજબ શૂટિંગ માટે વિદ્યાએ એક ભિખારીનો લુક અપનાવ્યો હતો. ત્યાર પછી તે હૈદરાબાદ રેલ્વે સ્ટેશન પાસે બેઠેલા કેટલાક ભિખારીઓ પાસે જઈને બેસી ગઈ હતી. વિદ્યાને જોઈને કોઈ પણ તેને ઓળખી ન શકતા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ તેમના હાથમાં પૈસા મૂકી દીધા.

  • લોકોએ માત્ર વિદ્યાને પૈસા જ નહીં પરંતુ ઠપકો આપ્યો અને કહ્યું કે તેણે ભીખ માંગવાનું છોડી કોઈ કામ કરવું જોઈએ. તેનાથી જાણ થાય છે કે તેમણે કેટલું સારું ભિખારીનું પાત્ર નિભાવ્યું હતું. તમને જણાવી દઈએ કે તેમણે પોતાની ફિલ્મ 'બોબી જાસૂસ'માં એક જાસૂસની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં વિદ્યા સાથે પ્રખ્યાત અભિનેતા અલી ફઝલ મુખ્ય ભૂમિકામાં હતા.

  • વિદ્યા બાલને પોતાના ભિખારી લુકથી અભિનેતા રિતિક રોશન અને અરબાઝ ખાનને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા. તે ભિખારીના ગેટઅપમાં જ એ જગ્યાએ ચાલી ગઈ જ્યા રિતિક રોશન પહેલાથી જ ફોટોશૂટ કરી રહ્યા હતા. અભિનેતા તેને આ રીતે જોઈ આશ્ચર્યચકિત રહી ગયા. આ દરમિયાન જ્યારે વિદ્યાએ તેની સાથે હાથ મિલાવવા હાથ લંબાવ્યો તો રિતિક રોશન પાછળ ખસી ગયા. પછી ધીમેથી તેમણે હાથ મિલાવ્યો. તેના થોડા સમય પછી જ તેને ખબર પડે છે કે તે કોઈ અન્ય નહીં પણ વિદ્યા બાલન છે. આવી સ્થિતિમાં તે આશ્ચર્યચકિત થઈ જાય છે. એ જ રીતે તેને અરબાઝ ખાન પણ નથી ઓળખી શકતા.

  • વિદ્યા બાલનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિદ્યા બાલને ફિલ્મ 'પરિણીતા'થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વિદ્યા નાની ઉંમરથી જ અભિનેત્રી શબાના આઝમી અને માધુરી દીક્ષિતથી પ્રેરિત હતી. 16 વર્ષની ઉંમરમાં એકતા કપૂરની ટેલિવિઝન સિરિયલ 'હમ પાંચ'માં તે જોવા મળી હતી. બોલીવુડમાં વિદ્યાએ 2005માં ફિલ્મ 'પરિણીતા'માં પોતાની એક્ટિંગ સાબિત કરી. 'ભૂલ ભુલૈયા' (2008), 'પા' (2009), 'ઈશ્કિયા' (2010), 'નો વન કિલ્ડ જેસિકા' (2011), 'ડર્ટી પિક્ચર' (2011), 'કહાની' (2012) જેવી ફિલ્મો શામેલ હતી.

  • વિદ્યા બાલને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, પાંચ ફિલ્મફેયર પુરસ્કારો અને પાંચ સ્ક્રીન પુરસ્કાો જીત્યા છે. છેલ્લી વાર તે ફિલ્મ શેરનીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમણે એક ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકા નિભાવી હતી. તેમની આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

Post a Comment

0 Comments