ચાણક્ય નીતિઃ જીવનમાં આ ચીજોને ન લગાવવો જોઈએ પગ, નહીં તો જીવન થઈ જાય છે બરબાદ


  • આચાર્ય ચાણક્ય પોતાના સમયના ખૂબ જ મહાન અને પ્રભાવશાળી વ્યક્તિ હતા. તેમના જ્ઞાનની ચર્ચા તે સમયમાં દૂર દૂર સુધી થઈ હતી. આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં જીવનના દરેક પાસાઓનું વિગતવાર વર્ણન કર્યું છે. એવું માનવામાં આવે છે કે આચાર્ય ચાણક્યના વિચારોને અનુસરી જીવનને સુખી બનાવી શકાય છે. તેની સાથે જ જીવનમાં શાંતિ અને સફળતાનો માર્ગ પણ પ્રાપ્ત કરી શકાય છે.
  • આચાર્ય ચાણક્યએ ઘણા શાસ્ત્રોની રચના કરી હતી, જેનું અનુસરણ માનવ આજે પણ કરી રહ્યા છે. આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં એવી ઘણી વાતો કહી છે, જે આજના સમયમાં પણ અસરકારક સાબિત થાય છે. તેમણે પોતાની નીતિઓમાં વ્યક્તિને લક્ષ્ય પ્રાપ્તના માર્ગ વિશે પણ જણાવ્યું છે. આ સાથે જ કેટલીક એવી બાબતોને પણ તેમના દ્વારા સમજાવવામાં આવી છે, જે રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
  • આચાર્ય ચાણક્યએ પોતાની નીતિમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે કઈ ચીજોને પગ લગાવવો અયોગ્ય છે. જો આ ચીજોને વ્યક્તિ પગ લગાવે છે, તો તેનાથી તેનું જીવન બરબાદી તરફ જવા લાગે છે. જીવનની સુખ-શાંતિ છીનવાઈ જાય છે. આખરે જીવનમાં કઈ ચીજોને પગ ન લગાવવો જોઈએ? ચાલો તમને જણાવીએ.
  • ગુરુ: ગુરુને પૂજનીય માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં ગુરુને માતા-પિતાથી પણ ઉપરનું સ્થાન પ્રાપ્ત છે. આવી સ્થિતિમાં હંમેશા પોતાના ગુરુઓનું સન્માન કરો અને તેમની સાથે સારી રીતે વાત કરો. સાથે જ આ ચીજનું ધ્યાન પણ રાખો કે ક્યારેય પણ પોતાના ગુરુને પગ ન લગાવો. આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિએ ગુરુઓનો આદર કરવો જોઈએ અને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા જોઈએ. ચાણક્ય કહે છે કે કોઈ પણ શુભ કાર્યથી પહેલા ગુરુઓના આશીર્વાદ લેવાથી વ્યક્તિને દરેક કામમાં સફળતા મળે છે.
  • કન્યા: હિંદુ ધર્મમાં કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ચાણક્ય નીતિની અનુસાર, કન્યાને પગ લગાવવો અથવા પગથી સ્પર્શ કરવો દેવીને પગ લગાવવા સમાન છે. જો ભૂલથી ક્યારેય કન્યાને પગ લાગી જાઈ છે તો તમે તરત જ માફી માંગી લો. જો તમે આવું નથી કરતા તો તેના કારણે તમારા જીવનમાં મુશ્કેલી આવી શકે છે.
  • ગાય: હિંદુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. ગાયને માતા માનવામાં આવે છે. ગાયની પૂજા પણ કરવામાં આવે છે. ગાયની સેવા કરવાથી પાપો નષ્ટ થઈ જાઈ છે. આવી સ્થિતિમાં ગાયને પગ લગાવાથી પાપના સહભાગી બનીએ છીએ. જો ઘરની બહાર ગાય આવે છે, તો તેને મારવી ન જોઈએ પરંતુ તેને ખાવા માટે રોટલી આપો અને પગ સ્પર્શ કરી આશીર્વાદ લો.
  • વૃદ્ધ: હંમેશા પોતાનાથી મોટા-વડીલોનું સન્માન કરવું જોઈએ અને ક્યારેય પણ પગથી તેને સ્પર્શ ન કરવો જોઈએ. કહેવાય છે કે તેને પગ લગાવવાથી પાપ લાગે છે. ચાણક્ય નીતિ અનુસાર, જે ઘરમાં મોટા વડીલોનું સન્માન નથી કરવામાં આવતું, ત્યાં ક્યારેય પણ સુખ-સમૃદ્ધિનો વાસ નથી રહેતો. આવા ઘરમાં લક્ષ્મીજી પણ વાસ નથી કરતી અને નારાજ થઈને તે ઘરથી ચાલી જાય છે. તેથી પોતાનાથી મોટા અને વડીલોનું સન્માન કરવું જોઈએ, તેમના પગ સ્પર્શ કરી આશીર્વાદ લેવા જોઈએ.
  • આગ: અગ્નિને પવિત્ર માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં અગ્નિને દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આચાર્ય ચાણક્ય જણાવે છે કે અગ્નિને પગ લગાવવો અશુભ માનવામાં આવે છે. અગ્નિ દેવતાની પૂજા કરવામાં આવે છે. તે જ શુભ કામોમાં અગ્નિની પૂજા કરવામાં આવે છે. તેને સાક્ષી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેને પગ લગાવવાથી અશુભ ફળ મળે છે.

Post a Comment

0 Comments