આ 5 ભારતીય બોલરોએ પાકિસ્તાન સામે લીધી છે સૌથી વધુ વિકેટ, પાંચમું નામ તો છે મજેદાર

  • ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે પણ ક્રિકેટ મેચ હોય છે ત્યારે ઉત્તેજના ચરમસીમા પર હોય છે. બંને દેશોમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય છે. આજે અમારા રિપોર્ટમાં અમે તમને એવા પાંચ ભારતીય ફાસ્ટ બોલર્સ વિશે જણાવીશું જેમણે પાકિસ્તાન વિરુદ્ધ વનડેમાં સૌથી વધુ વિકેટ લીધી છે. ચાલો જાણીએ આ બોલરો વિશે.
  • અનિલ કુંબલેને ભારતીય ક્રિકેટ ટીમનો મહાન સ્પિનર માનવામાં આવે છે. અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે 34 મેચ રમી 54 વિકેટ લીધી હતી. તે પાકિસ્તાન સામે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર છે. તેના બોલ રમવા એટલા સરળ નહોતા.
  • વેંકટેશ પ્રસાદ ભારત તરફથી રમતા મધ્યમ ઝડપી બોલર હતા. વેંકટેશ પ્રસાદે પાકિસ્તાન વિરૂદ્ધ 29 વનડે રમી હતી જેમાં તેણે પાકિસ્તાન ટીમ માટે 43 વિકેટ લીધી હતી. વેંકટેશ પ્રસાદે પાકિસ્તાન સામેની ODIમાં 27 રન આપીને પાંચ વિકેટ લીધી હતી જે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.
  • જવાગલ શ્રીનાથ ભારત તરફથી રમતા ભૂતપૂર્વ ઝડપી બોલર છે. શ્રીનાથે પાકિસ્તાન સામે 36 મેચ રમી છે અને 54 વિકેટ લીધી છે. શ્રીનાથનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 5.04 રન હતો. શ્રીનાથે ભારતીય ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે.
  • ભારતે કપિલ દેવની કપ્તાનીમાં 1983નો વર્લ્ડ કપ જીત્યો હતો. કપિલ દેવે પાકિસ્તાન સામે 32 મેચ રમી છે. આ 32 મેચોમાં કપિલ દેવે ઝડપી બોલિંગ કરતા 42 વિકેટ ઝડપી છે.
  • ઈરફાન પઠાણ તેની સ્વિંગ બોલિંગ માટે પ્રખ્યાત છે. તેણે પાકિસ્તાન સામે 23 વનડે રમી છે જેમાં તેણે 34 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 5.37 રન હતો.

Post a Comment

0 Comments