પુત્રની જીદ પુરી કરવા 56 વર્ષની ઉંમરે કર્યા બીજા લગ્ન, વાયરલ થયા હતા પ્રાઈવેટ ફોટા જુવો

  • 'સિંઘમ' અને 'વોન્ટેડ' જેવી બોલિવૂડ ફિલ્મો માટે જાણીતા પ્રકાશ રાજની એક્ટિંગના ઘણા લોકો દિવાના છે. પ્રકાશ રાજને તેમના શાનદાર અભિનય માટે ઘણા એવોર્ડ પણ મળ્યા છે. તમને જણાવી દઈએ કે 29 વર્ષના કરિયરમાં પ્રકાશ રાજને અત્યાર સુધીમાં લગભગ 5 વખત નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
  • પ્રકાશ રાજે શરૂઆતના દિવસોમાં થિયેટરમાં કામ કર્યું હતું પરંતુ તે પછી તેણે બોલિવૂડ સિવાય કન્નડ, તમિલ, મરાઠી અને મલયાલમ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે પ્રકાશ રાજે ફિલ્મોમાં ઘણા પાત્રો ભજવ્યા હતા પરંતુ તેઓ સૌથી વધુ ઓળખાય છે ખલનાયકના રોલમાં.
  • વર્ષ 1994માં પ્રકાશ રાજે ફિલ્મ 'ડ્યુએટ'થી તમિલ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. પ્રકાશ રાજને પહેલી ફિલ્મથી જ જબરદસ્ત ઓળખ મળી હતી ત્યારપછી વર્ષ 2009માં 'વોન્ટેડ' ફિલ્મથી તેઓ બોલિવૂડમાં પ્રવેશ્યા હતા. આ પછી તેણે 'સિંઘમ', 'દબંગ-2', 'મુંબઈ મિરર', 'પોલીસગીરી', 'હીરોપંતી', 'જંજીર' જેવી બોલિવૂડ ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો અને ખલનાયક તરીકે એક ખાસ ઓળખ બનાવી.
  • તમને જણાવી દઈએ કે પ્રકાશ રાજે પોતાની પત્ની સાથે બીજા લગ્ન કર્યા ત્યારે સૌથી વધુ ચર્ચામાં આવ્યા હતા. પ્રકાશ રાજ અને પોની વર્માએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. આ પછી11 વર્ષ સુધી સાથે રહ્યા પછી 24 ઓગસ્ટના રોજ આ કપલે ફરી એકવાર લગ્ન કર્યા જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ.
  • પ્રકાશ રાજે ખુદ પોતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેણે કહ્યું હતું કે તેનો પુત્ર વેદાંત તેના લગ્ન ફરીથી થાય તે જોવા માંગતો હતો જેના કારણે તેણે ફરી એકવાર તેની પત્ની સાથે લગ્ન કર્યા. આ દરમિયાન પ્રકાશ રાજની એક તસવીર ખૂબ જ ચર્ચામાં રહી હતી જેમાં તે પોતાની પત્ની સાથે લિપલોક કરતા જોવા મળ્યા હતા.

  • કહેવાય છે કે પ્રકાશ અને પોનીની પહેલી મુલાકાત એક ગીતના શૂટિંગ દરમિયાન થઈ હતી જેનું કોરિયોગ્રાફ પોનીએ કર્યું હતું. તે પછી તેઓ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. આ દરમિયાન પ્રકાશ રાજના લગ્ન થયા હતા પરંતુ વર્ષ 2009માં તેઓ તેમની પ્રથમ પત્ની લલિતા કુમારીથી અલગ થઈ ગયા હતા.
  • લલિતા કુમારી અને પ્રકાશ રાજને મેઘના અને પૂજા નામની બે દીકરીઓ છે. આ પછી વર્ષ 2010 માં પ્રકાશે પોની સાથે લગ્ન કર્યા. 50 વર્ષની ઉંમરે, પ્રકાશ રાજને એક પુત્રનો જન્મ થયો જેનું નામ વેદાંત હતું.
  • બહુ ઓછા લોકો જાણે છે કે પ્રકાશ રાજ ફિલ્મ જગતના એક એવા અભિનેતા છે જેમણે ક્યારેય મેનેજર રાખ્યા નથી. પ્રકાશ રાજ પોતાની ફી નક્કી કરે છે. એક અહેવાલ મુજબ પ્રકાશ રાજ તેની એક ફિલ્મ માટે લગભગ 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે જેમાંથી તે 20% ચેરિટીમાં દાન કરે છે.

Post a Comment

0 Comments