21 ઓગસ્ટથી શરૂ થશે આ રાશિઓના ખરાબ દિવસો, બુધદેવ વરસાવશે કહેર, અત્યારથી જ થઈ જાઓ સાવધાન


  • ગ્રહોના પરિવર્તનની આપણી રાશિઓ પર સારી અને ખરાબ અસર પડે છે. 21મી ઓગસ્ટ, રવિવાર સવારે 01.55 કલાકે બુધ ગ્રહ કન્યા રાશિમાં સંક્રમણ કરી રહ્યો છે. વર્તમાન બુધ ગુરુના સાતમા ઘરમાં હાજર રહેશે તેથી ગુરુ-બુધ વચ્ચે "સમસપ્તક યોગ" બની રહ્યો છે. હવે આ યોગ જ્યાં કેટલીક રાશિઓ માટે ખૂબ જ લાભદાયક રહેશે તો કેટલાક માટે તે ખૂબ જ કષ્ટદાયક રહેશે. આજે અમે તે રાશિઓ વિશે જાણીશું જેના માટે બુધનું સંક્રમણ નુકસાનકારક સાબિત થશે.
  • મેષ રાશિ: બુધના સંક્રમણ અને 'સમસપ્તક યોગ' બનવાથી મેષ રાશિના લોકોની મુશ્કેલીઓ વધી જશે. ખાસ કરીને જે લોકો શિક્ષણ ક્ષેત્રમાં મહેનત કરી રહ્યા છે તેને ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. તમારી મહેનત વધારે ફળશે નહીં. આવી સ્થિતિમાં તમારે મનથી કામ કરવું પડશે. કોઈ પણ બેદરકારી તમને ભારે પડી શકે છે.
  • આ સિવાય વેપાર કરનારતા લોકો માટે પણ મંદીનો સમયગાળો રહેશે. જે લોકો નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છે તે થોડી રાહ જોશે તો સારું રહેશે. નવું વાહન અને સંપતિ ખરીદવાથી તમારે બચાવું પડશે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. તમારા જીવનમાં 21મી ઓગસ્ટ પછી દુ:ખ વધી શકે છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં ઘટાડો જોવા મળી શકે છે.
  • તુલા રાશિ: બુધનું રાશિ પરિવર્તન તુલા રાશિના લોકો માટે ખરાબ નસીબ લાવશે. ભાગ્ય તમારો સાથ નહીં આપે. બનતા કામ પણ બગડી જશે. તેથી કોઈ મોટું અને નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો થોડા સમય માટે રોકાઈ જાઓ. ક્યાંય લાંબી મુસાફરી કરવાથી બચવું જોઈએ. વિદેશની મુસાફરી કરવા પર કોઈ મોટું નુકસાન થઈ શકે છે.
  • દુશ્મન તમારા પર હાવી થવાનો પ્રયત્ન કરી શકે છે. પ્રિયજનો સાથે વિવાદ થઈ શકે છે. પરિવારમાં શાંતિ બગડી શકે છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઈ શકે છે. માતા-પિતા સાથે સંબંધો બગડી શકે છે. પૈસાજિ આવક ઓછી થઈ શકે છે. ખર્ચ વધુ થઈ શકે છે. આવક ઘટવાથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહી શકે છે.
  • કુંભ રાશિ: બુધની રાશિ બદલાવાથી કુંભ રાશિના લોકોના જીવન પર ઊંડી અસર પડશે. 21 ઓગસ્ટથી તેમના ખરાબ દિવસો શરૂ થઈ જશે. બોસ સાથે અણબન થઈ શકે છે. નોકરી પણ હાથમાંથી નીકળી શકે છે. આ મહિનામાં તમારે ખૂબ જ સાવધાનીથી ચાલવું પડશે. તમારી વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. ગુસ્સા પર કાબૂ ન રાખવામાં આવે તો સંબંધો બગડી શકે છે.
  • મનમાં ઘણા ખરાબ અને નકારાત્મક વિચારો આવશે. લગ્ન સંબંધ નક્કી કરવામાં ઉતાવળ કરવી જીવનભરનું દુઃખ બની જશે. ચોરોથી સાવધાન રહો. તમારી કોઈ કિંમતી ચીજ ખોવાઈ શકે છે. પ્રેમ સંબંધની બાબતમાં નિષ્ફળતા મળશે. જીવનસાથી પસંદ કરતા પહેલા થોડો વિચાર કરી લો. અત્યારે કોઈ નવી સંપતિ ખરીદવાથી બચો. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો.

Post a Comment

0 Comments