આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યા છે વિનોદ કાંબલી, રોજિંદા માત્ર 1000 રૂપિયાથી ચલાવી રહ્યા ગુજરાન


 • ભારતમાં ક્રિકેટની રમત સૌથી પ્રખ્યાત છે. ક્રિકેટ અને ક્રિકેટના ખેલાડી બંનેનો દરજ્જો દેશમાં ઘણો ઊંચો હોય છે. તેની પર્સનલ લાઈફ પર પણ લોકોની ચાંપતી નજર હોય છે. તે જ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના નજીકના મિત્ર વિનોદ કાંબલીની આર્થિક સ્થિતિ ખરાબ છે. જી હાં, ભારતીય ક્રિકેટ ટીમમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સાથે ડેબ્યુ કરનાર બેટ્સમેન વિનોદ કાંબલી તંગહલીમાં પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.
 • વિનોદ કાંબલીની કમાણીનું સાધન માત્ર બીસીસીઆઈ દ્વારા આપવામાં આવતું પેંશન જ રહી ગયું, જેનાથી તે પોતાનું જીવન ભારે મુશ્કેલીઓ સાથે ચલાવી રહ્યા છે. હાલત એવી છે કે વિનોદ કાંબલી કામની શોધ કરી રહ્યા છે. ક્રિકેટની પીચ પર બોલરોના છક્કા છોડાવનાર કાંબલી એક સમયે લાખો રૂપિયા કમાતા હતા, પરંતુ હાલમાં તે પાઈ-પાઈના મોહતાજ છે.
 • તંગહાલીમાં જીવન પસાર કરી રહ્યા વિનોદ કાંબલી: તમને જણાવી દઈએ કે વિનોદ કાંબલીનો જન્મ 18 જાન્યુઆરી 1972ના રોજ મુંબઈમાં થયો હતો. 50 વર્ષીય વિનોદ કાંબલીનું પૂરું નામ વિનોદ ગણપત કાંબલી છે અને તેણે 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. સચિન તેંડુલકરના ગુરુ માર્ગદર્શક રમાકાંત આચરેકર પણ માસ્ટર બ્લાસ્ટરથી વધારે ટેલેંટેડ વિનોદ કાંબલીને જ માનતા હતા પરંતુ કહેવાય છે કે નસીબને બદલાતા સમય નથી લાગતો. નસીબે એવો ખેલ ખેલ્યો કે વિનોદ કાંબલી અર્શ થી ફર્શ પર આવી ગયા. તે જ સચિન આકાશની ઊંચાઈ પર પહોંચી ગયા.
 • મિડ ડેના એક અહેવાલ મુજબ, હાલમાં વિનોદ કાંબલીને BCCI તરફથી મળી રહેલ ₹30,000 માસિક પેંશન સાથે ગુજરાન ચલાવવું પડી રહ્યું છે એટલે કે ₹1000 તેમની રોજની કમાણી છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમમાં શામેલ રહેતા વિનોદ કાંબલીએ ભારત માટે કુલ 104 વનડે મેચ રમી, જ્યારે 17 ટેસ્ટ મેચ તેમણે રમી છે.
 • વિનોદ કાંબલીએ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 3,561 રન બનાવ્યા છે. તેમાં  ચાર સદી ટેસ્ટમાં અને બે સદી વનડેમાં શામેલ છે. વિનોદ કાંબલીએ ભારત માટે 1991માં વનડેમાં ડેબ્યું કર્યું હતું. જ્યારે વર્ષ 2000માં તેણે પોતાની છેલ્લી વનડે મેચ રમી હતી.
 • સચિન તેંડુલકરે હંમેશા કરી મદદ: વિનોદે કાંબલીની કમાણીના સ્ત્રોત બંધ થઈ ગયા છે, જેના કારણે તેને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિનોદ કાંબલીએ પોતે આ વિશે જણાવતા કહ્યું કે તેના ભૂતપૂર્વ સાથી અને મિત્ર સચિન તેંડુલકર પણ તેની હાલતથી વાકેફ છે, પરંતુ તે તેની પાસેથી કોઈ આશા નથી લગાવી રહ્યા કારણ કે સચિને તેની ઘણી મદદ કરી છે.
 • વર્ષ 2019માં છેલ્લીવાર કરવામાં આવ્યું હતું ટીમનું કોચિંગ: વિનોદ કાંબલીએ વર્ષ 2019માં છેલ્લીવાર ટીમનું કોચિંગ કર્યું હતું ત્યારે તે T20 મુંબઈ લીગમાં જોડાયા હતા. ત્યાર પછી વર્ષ 2020માં કોરોના વાયરસે દેશ-દુનિયામાં દસ્તક આપી, ત્યાર પછી દેશવાસીઓનું જીવન સંપૂર્ણ રીતે અસ્ત-વ્યસ્ત થઈ ગયું. દરેક માટે ઘણી બધી ચીજો બદલાઈ ગઈ. તેમાં વિનોદ કાંબલી પણ શામેલ છે, આ રોગચાળાના પ્રકોપે વિનોદ કાંબલી પાસે બચેલા કમાણીના સાધનને પણ પૂર્ણ કરી દીધા.
 • કોરોના રોગચાળા પછી સ્થિતિ થઈ ગઈ વધુ ખરાબ: વિનોદ કાંબલી ક્રિકેટથી દૂર છે, પરંતુ આ પછી પણ તેમની સાથે કમાણીનાં અનેક માધ્યમો થોડા સમય માટે હાજર હતા. જેમ કે તેણે ક્રિકેટ મેચોમાં કોમેન્ટ્રી કરી, જાહેરાતોમાં કામ કર્યું, જેના માધ્યમથી તેની ઘણી સારી કમાણી થઈ જતી હતી. આટલું જ નહીં પરંતુ વિનોદ કાંબલીએ ફિલ્મોમાં એક્ટિંગ કરીને પણ ઘણી સારી કમાણી કરી. પરંતુ સમયની સાથે-સાથે તેની કમાણીનાં દરેક રસ્તા પૂર્ણ થતા ગયા. કોરોના મહામારી પછી તો તેમની સ્થિતિ સતત ખરાબ થતી ચાલી ગઈ.
 • વિનોદ કાંબલીએ પોતાની મુશ્કેલી વિશે આપી સંપૂર્ણ માહિતી: વિનોદ કાંબલીએ પોતાની આર્થિક સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી આપી. તેણે કહ્યું કે તે સવારે 4:00 વાગ્યે ઉઠતા હતા. ડીવાઈ પાટીલ સ્ટેડિયમ સુધી કેબ દ્વારા જતા હતા. ત્યાર પછી સાંજે બિકેસી ગ્રાઉન્ડમાં શીખતા હતા, જે ખૂબ જ મુશ્કેલ કામ હતું. મિડ ડેને વિનોદ કાંબલીએ કહ્યું કે 'હું માત્ર બીસીસીઆઈના પેંશન પર નિર્ભર છું. હું મુંબઈ ક્રિકેટ એસોસિએશન પાસે પણ કામ માટે ગયો હતો. હું આશા રાખું છું કે મને કોઈ કામ મળે."
 • વિવાદો સાથે પણ રહ્યો છે વિનોદ કાંબલીનો ઊંડો સંબંધ: તમને જણાવી દઈએ કે વિનોદ કાંબલીનો વિવાદો સાથે પણ ખૂબ જ નજીકનો સંબંધ રહ્યો છે. ક્રિકેટ કારકિર્દીમાં  તે સૌથી વધારે વિવાદોને લઈને હેડલાઈંસનો વિષય બની રહ્યા છે. થોડા સમય પહેલા જ વિનોદ કાંબલી હેડલાઈંસમાં આવ્યા હતા, જ્યારે તેને નશામાં ગાડી ચલાવવા બદલ ધરપકડ કરી લેવામાં આવી હતી.
 • ખરેખર, વિનોદ કાંબલીએ નશામાં કાર ચલાવતી વખતે એક કારને ટક્કર મારી દીધી હતી, આ વાત ફેબ્રુઆરી, 2022ની છે. જ્યાર પછી તેની સામે ફરિયાદ નોંધવામાં આવી તો પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. જો કે, થોડા સમય પછી તે જામીન પર બહાર આવી ગયા હતા.
 • વિનોદ કાંબલી કુલ સંપત્તિ: જો આપણે વાત કરીએ વિનોદ કાંબલીની કુલ સંપતિની તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીની કુલ સંપતિ 1 થી 1.5 મિલિયન ડોલરની વચ્ચે હોવાનું કહેવાય છે. વર્ષ 2022ની શરૂઆતમાં આવેલા ડેટા અનુસાર, વિનોદ કાંબલીની વાર્ષિક આવક માત્ર 4 લાખ જ રહી ગઈ છે. વિનોદ કાંબલી પાસે મુંબઈમાં પોતાનું ઘર પણ છે, પરંતુ દેશની આર્થિક રાજધાનીમાં જીવન ટકાવી રહેવા માટે તે પૂરતું નથી. જો આપણે વિનોદ કાંબલીના કાર કલેક્શનની વાત કરીએ, તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવાય છે કે તેમની પાસે રેંજ રોવર કાર છે.

Post a Comment

0 Comments