બેકાબૂ ટ્રકએ ટોલને મારી ટક્કર, પછી પલટી ગઈ; ડ્રાઈવરે આ યુક્તિથી બચાવી લીધી પોતાની કાર

  • ઉત્તરાખંડના દેહરાદૂનમાંથી એક અકસ્માતનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. હકીકતમાં, સિમેન્ટથી ભરેલી એક ઝડપી ટ્રક ટોલ પર અથડાઈ હતી અને અકસ્માત થયો હતો. આપને જણાવી દઈએ કે ટક્કર બાદ, ટ્રક તરત જ પલટી ગઈ હતી અને એક કાર તેની નીચે આવતાં આવતાં બચી ગઈ હતી. આ ઘટનામાં કાર ચાલકની હોશિયારી નજરે પડે છે. તેણે સમયસર કાર આગળ વધારી અને કાર ટ્રકની નીચે આવતી બચી ગઈ. જો કારને ખસેડવામાં એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હોત.
  • તેજ રફતાર ટ્રક બેકાબુ બની હતી
  • જણાવી દઈએ કે દેહરાદૂન ટોલ પર આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક કાર ટોલ પાર કરવા માટે ઉભી હતી. ત્યારે પાછળથી એક ઝડપી ટ્રક આવતી દેખાય છે જે ટોલ પર બનેલી કાચની કેબીન સાથે બેકાબૂ થઈને અથડાઈ હતી. કાર કાચની કેબીન પાસે ઉભી હતી. કાચની કેબીન સાથે અથડાયા બાદ ટ્રક પલટી મારવા લાગે છે અને ત્યારે જ ડ્રાઈવર સાવચેત રહીને પોતાની કારને થોડી આગળ ધકેલે છે. આમ કરવાથી તેની કાર અને તેમાં બેઠેલા લોકો સુરક્ષિત રીતે બચી જાય છે.
  • ઘટના cctv માં કેદ
  • જોકે, ટ્રક પલટી જતાં અનેક લોકો દોડતા જોવા મળે છે. અકસ્માતને કારણે લોકો ભયભીત થઈ ગયા હતા . સદનસીબે આ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થયું નથી. જોકે, આ અકસ્માતમાં એક બાળકીને ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ટોલ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
  • પોલીસ કેસની તપાસમાં જોતરાઈ
  • વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટોલ પર અકસ્માત થયા બાદ સ્થળ પર ભીડ એકઠી થઈ જાય છે અને કેટલાક લોકો ટ્રક ડ્રાઈવરને મદદ કરવા આગળ વધે છે. આ ઘટના શનિવારે (23 જુલાઈ) બપોરે 2.36 વાગ્યે ટોલ પર બની હતી. પોલીસે અકસ્માતના સીસીટીવી વીડિયોની ચકાસણી કરી રહી છે.

Post a Comment

0 Comments