માતાના પગ ધોયા, પૂજા કરી, સાલ ભેટ આપી, PM મોદીએ પૂરા ઉમંગ સાથે ઉજવ્યો હીરાબાનો 100મો જન્મદિવસ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની માતા હીરાબેનના 100મા જન્મદિવસે ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યાં અને તેમના આશીર્વાદ લીધા હતા. તેઓએ માતાના પગ ધોયા અને સાથે પૂજા કરી, તેમને મીઠાઈ ખવડાવી.


  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે માતા હીરાબેનને તેમના 100માં જન્મદિવસ પર મળવા પહોંચ્યા હતા. માતા ખુરશી પર બેઠા હતા અને પીએમ મોદીએ નીચે જમીન પર બેસીને તેમના પગ ધોયા હતા. લગભગ અડધો કલાક ચાલેલી બેઠક દરમિયાન પીએમ મોદીએ માતા હીરાબેનની સંભાળ લીધી તેમને મીઠાઈ ખવડાવી અને તેમના આશીર્વાદ પણ લીધા.
  • માતા હીરાબેનને તેમના 100માં જન્મદિવસે મળવા પહોંચેલા પીએમ મોદીએ શાલ ભેટમાં આપી અને તેમના પગ પણ ધોયા.
  • પીએમ મોદીએ કહ્યું, "મા, આ માત્ર એક શબ્દ નથી તે જીવનની ભાવના છે જેમાં પ્રેમ, ધૈર્ય, વિશ્વાસ, ઘણું બધું સમાયેલું છે. મારી માતા, હીરાબા આજે 18મી જૂને તેમના શતાબ્દી વર્ષનો પ્રારંભ કરીને તેમના શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. હું મારી ખુશી અને સારા નસીબ વહેંચી રહ્યો છું."
  • પીએમ મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી માતા હીરાબેનને મળવાની તસવીરો પણ શેર કરી હતી જેના પર યુઝર્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે.
  • વડાપ્રધાન મોદીના માતા હીરાબેનનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. પીએમની માતાના જન્મદિવસ નિમિત્તે તેમના વતન વડનગરમાં તેમના લાંબા આયુષ્ય અને આરોગ્યની પ્રાર્થના સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાયસણ વિસ્તારના 80 મીટર લાંબા રસ્તાનું નામ બદલીને પૂજ્ય હીરાબા માર્ગ રાખવામાં આવ્યું છે. પરિવારે જગન્નાથ મંદિરમાં ભંડારાનું પણ આયોજન કર્યું છે.
  • વડાપ્રધાન મોદીએ માતાના જન્મદિવસે પાવાગઢના કાલી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે મંદિરમાં ધ્વજ પણ ફરકાવ્યો હતો. મળતી માહિતી મુજબ 500 વર્ષ બાદ મંદિરમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેમની આસ્થા આ મંદિર સાથે જ જોડાયેલી છે. આ મંદિર પર્વત પર આવેલું હોવાથી ભક્તોને આ મંદિરમાં દેવીના દર્શન કરવા માટે રોપ-વેનો સહારો લેવો પડે છે. આ પછી 250 પગથિયાં ચડ્યા પછી માતાના દર્શન થાય છે.
  • PM મોદીએ શનિવારે જ ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ તમામ પ્રોજેક્ટનો ખર્ચ રૂ.21 હજાર કરોડ છે. પીએમ મોદીએ ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરીને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની પણ શરૂઆત કરી હતી.

Post a Comment

0 Comments