જન્મદિવસ પર મલાઈકાએ લુટાવ્યો અર્જુન કપૂર પર પ્યાર, એફિલ ટાવરની સામે બંને થયા રોમેન્ટિક

 • હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા અર્જુન કપૂર 37 વર્ષના થઈ ગયા છે. 26 જૂન 1985ના રોજ મુંબઈમાં જન્મેલ અર્જુન કપૂર આજે 37 વર્ષનો થઈ ગયો છે. તે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બોની કપૂર અને મોના શૌરી કપૂરનો પુત્ર છે. હિન્દી સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવી તેમની સાવકી માતા હતી.
 • તમને જણાવી દઈએ કે બોની કપૂરે બે લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન વર્ષ 1983માં મોના કપૂર સાથે અને બીજા લગ્ન વર્ષ 1996માં શ્રીદેવી સાથે થયા હતા. બોનીને તેની પહેલી પત્ની મોનાથી બે બાળકો અર્જુન કપૂર અને અંશુલા કપૂર છે. જ્યારે શ્રીદેવીને બે દીકરીઓ જાન્હવી કપૂર અને ખુશી કપૂર હતી.
 • અર્જુન કપૂર પોતાનો જન્મદિવસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની ખાસ વ્યક્તિ સાથે સેલિબ્રેટ કરી રહ્યો છે. તેઓ તેમના જન્મદિવસના ત્રણ દિવસ પહેલા ભારતથી મોડી રાત્રે પેરિસ જવા રવાના થયા હતા. ત્યારે તેની સાથે તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પણ હાજર હતી. અર્જુન તેનો 37મો જન્મદિવસ મલાઈકા સાથે પેરિસમાં સેલિબ્રેટ કરી રહ્યો છે.
 • અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પણ તેમના વેકેશનની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. હાલમાં જ અર્જુને તેની 11 વર્ષ મોટી ગર્લફ્રેન્ડ મલાઈકા સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સાથે જ મલાઈકાએ પણ ઈન્સ્ટા પર સ્ટોરી શેર કરી છે.
 • ખાસ વાત એ છે કે અર્જુને મલાઈકા સાથે ઈન્સ્ટા પર શેર કરેલી તસવીરોમાં બંને કલાકારો તેમની હોટલમાં હોય તેવું લાગી રહ્યું છે. જોકે તસવીરોમાં વિશ્વ પ્રસિદ્ધ એફિલ ટાવર પણ દેખાઈ રહ્યું છે. અર્જુને ઈન્સ્ટા પરથી કુલ 6 તસવીરો પોસ્ટ કરી છે. બંને રોમેન્ટિક અંદાજમાં પોઝ આપતા જોવા મળે છે.
 • આ તસવીરો શેર કરવાની સાથે અર્જુને કેપ્શનમાં લખ્યું કે, “એફિલ ગુડ, હું જાણતો હતો, હું કરીશ…”. અર્જુને આ પોસ્ટમાં મલાઈકાને પણ ટેગ કર્યું છે. તારા સુતારિયા, રકુલ પ્રીત સિંહ, પત્રલેખા અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ તસવીરો પર હાર્ટ ઈમોજી કોમેન્ટ કરી છે.
 • તસવીરોમાં તમે જોઈ શકો છો કે અર્જુન ફોનમાંથી સેલ્ફી લઈ રહ્યો છે અને તેની પાછળ મલાઈકા ઉભી છે. આ દરમિયાન બંને કલાકારો આરામદાયક અને રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. એક તસવીરમાં તમે મલાઈકાને એફિલ ટાવર તરફ ઈશારો કરતી જોઈ શકો છો. અભિનેતા આયુષ્માન ખુરાનાએ હસતા ઇમોજી સાથે તસવીર પર કોમેન્ટ કરી છે. તે જ સમયે એક યુઝરે લખ્યું કે, "પેરિસને પ્રકાશિત કરવા બદલ આભાર". જ્યારે એક યુઝરે બંનેને બેસ્ટ કપલ ગણાવ્યા હતા.
 • મલાઈકાએ અર્જુનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, ફોટો-વિડિયો શેર કર્યો...
 • ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સ અર્જુનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. સાથે જ મલાઈકાએ પણ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જન્મદિવસની શુભેચ્છા પાઠવતા અર્જુને લખ્યું, “એક ખ્વાઈશ કીજીએ માય ડિયર……આપકી સારી ઈચ્છા ઓર સપને સાકાર હો”.
 • મલાઈકાએ ઈન્સ્ટા પર એક તસવીર અને વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મલાઈકા અર્જુનને કેક ખવડાવતી જોવા મળી રહી છે.
 • પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે...
 • તમને જણાવી દઈએ કે અર્જુન અને મલાઈકા એકબીજાને પાંચ વર્ષથી ડેટ કરી રહ્યા છે. બંને લગ્ન માટે પણ તૈયાર છે. જોકે બંનેએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે તેઓ ક્યારે લગ્ન કરશે.

Post a Comment

0 Comments