વરરાજાએ દુલ્હનની બાજુમાં ઉભેલી સાળીને પહેરાવી વરમાળા, પછી કર્યો અજીબોગરીબ ડાન્સ પછી જે થયું... જુઓ વીડિયો

  • સોશિયલ મીડિયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો એક લગ્નનો છે જેમાં જયમલ સમયે દુલ્હન એ વરરાજાને માળા પહેરાવી હતી ત્યાર બાદ વરરાજો વર માળા લઈને દુલ્હન તરફ આગળ વધ્યો હતો પરંતુ તેના ગળામાં માળા નાખવાને બદલે તેની બાજુ ઉભેલ દુલહનની બહેનને વરમાળા પહેરાવી હતી. તે પછી તે વિચિત્ર રીતે ડાન્સ કરવા લાગ્યો.
  • દુલ્હા-દુલ્હનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને કેટલાક લોકો હસવાનું રોકી શકતા નથી તો કેટલાક લોકોને વરરાજાની માનસિક સ્થિતિ પર દયા આવી રહી છે. વરરાજા તો સરઘસ સાથે લગ્ન કરવા ઘરની બહાર નીકળ્યા હતા પરંતુ વરમાળા સમયે તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને કન્યાને બદલે તેનું દિલ કન્યાની બહેન પર આવી ગયું.
  • કન્યા માળા પહેરાવવાની હતી પરંતુ તેણે કન્યાની મિત્રના ગળામાં માળા પહેરાવી. બધા જોતા જ રહ્યા. વિડીયોમાં દુલ્હન અને દુલ્હનની સહેલી બંને ચોંકી ગયા પરંતુ વરરાજાને પોતાના આ કૃત્ય પર કોઈ પસ્તાવો નથી અને આમ કર્યા બાદ તે વિચિત્ર રીતે ડાન્સ કરતો પણ જોવા મળ્યો.
  • આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો વીડિયો જોયા બાદ કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું છે કે વેરી ફની. અન્ય એક યુઝરે લખ્યું છે કે બધા રોટલી ખાઈને જશે પરંતુ વરરાજો જૂતા ખાઈને જશે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, સાળી અડધી ઘરવાળી હોય છે આ વિધિ આજે પૂર્ણ થશે.
  • આ વીડિયોમાં જોવા મળે છે કે વરરાજાએ માળા પહેરાવતા જ નજીકમાં ઉભેલી મહિલા હાથ હલાવીને કહે છે કે શું થયું અને બધાના ચહેરા જોવા લાગે છે જ્યારે નજીકમાં ઉભેલા છોકરાઓ થોડીવાર વરરાજાના ચહેરા તરફ જુએ છે અને પછી ડાન્સ કરે છે. વીડિયોને શેરિંગ સાથે કેપ્શન લખવામાં આવ્યું છે 2 ઇન વન.

Post a Comment

0 Comments