વરરાજા જો ક્લીન શેવ નહીં કરે તો પાછી ફરશે જાન, વરરાજાની દાઢીને લઈને આ સમાજે જાહેર કર્યું ફરમાન

  • થોડા સમય પહેલા મધ્યપ્રદેશના ખંડવાના એક ગામમાં શોભાયાત્રા લઈને પહોંચેલા વરરાજાએ ફક્ત દાઢી કપાવવાની ના પાડી હોવાને કારણે દુલ્હન વગર જ પરત ફર્યો હતો. હવે રાજસ્થાનમાં એક સમાજે વરરાજાની દાઢીને લઈને ફરમાન બહાર પાડ્યું છે. આ મુજબ જો વરરાજા ક્લીન શેવ નહીં કરે તો તેના લગ્ન રોકી દેવામાં આવશે.
  • પાલીના કુમાવત સમાજનો નિર્ણય
  • આવો નિર્ણય પાલી જિલ્લાના કુમાવત સમાજે લીધો છે. 19 ગામોની કુમાવત સમાજે એક બેઠકમાં સર્વાનુમતે મંજૂરી આપી છે. આ બેઠકમાં અન્ય ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોની સાથે એ પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે લગ્ન દરમિયાન વરરાજા ક્લીન શેવન રહેશે.
  • પાલીના કુમાવત સમાજના 19 ખેડોએ લગ્ન માટે કેટલીક અનોખી શરત મૂકી છે જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. વાસ્તવમાં થોડા દિવસો પહેલા સમાજની મહત્વની બેઠક મળી હતી. એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો વરરાજા દાઢી રાખશે તો સાત ફેરા નહીં થાય. વર માત્ર ક્લીન શેવ હોવો જોઈએ. આ સાથે હળદરની વિધિમાં પીળા વસ્ત્રો અને ફૂલો નહીં હોય. આટલું જ નહીં જો લગ્નમાં ફીસુલ ખર્ચ થાય છે તો દંડ પણ થઈ શકે છે.
  • લગ્નમાં ખોટા ખર્ચ પર પ્રતિબંધ
  • બેઠકમાં સમાજે નિર્ણય લીધો છે કે લગ્નમાં થતો ખોટો ખર્ચ પણ બંધ કરવામાં આવશે. સમાજનું માનવું છે કે ફેશનના નામે આજકાલ વરરાજા દાઢી વધારીને લગ્નની વિધિ કરે છે પરંતુ લગ્નમાં આ યોગ્ય નથી. આટલું જ નહીં મામેરામાં આપવામાં આવતી ભેટ-સોગાદો, દાગીના અને ભોજન બાબતે પણ સમાજમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે.
  • બેઠકમાં સમાજે નિર્ણય લીધો છે કે ડીજે પર સરઘસ કાઢવામાં આવશે નહીં. એટલું જ નહીં કન્યાને અર્પણ કરવામાં આવનાર સોના-ચાંદીની માત્રા પણ નક્કી કરવામાં આવી છે. આટલું જ નહીં લગ્ન દરમિયાન અફીણના ઉપયોગ પર પણ સભામાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે સગાઈના સમયે દુલ્હનને આપવાના કપડાં, સોના-ચાંદીના દાગીનાની સંખ્યા પણ નક્કી કરવામાં આવી છે. મામેરામાં આપવાની વસ્તુઓની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. સમાજે નક્કી કર્યું છે કે હલ્દીની વિધિ પણ જૂની પરંપરા મુજબ કરવાની રહેશે.
  • સમાજનું કહેવું છે કે પાલીમાં રહેતા સમાજના લોકો સિવાય આ નિયમ એવા લોકો પર પણ લાગુ થશે જેઓ સ્થળાંતર કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે અહીં ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય શહેરોમાં પણ લોકો રહે છે. જો ત્યાં પણ તેમના લગ્ન સમારંભ હોય તો તેમણે આ તમામ નિયમોનું પાલન કરવું પડશે. જો નિયમોનું પાલન નહી થાય તો દંડ પણ થઈ શકે છે.

Post a Comment

0 Comments