રસ્તા પર પાર્ક કરેલી કારની તસવીર મોકલવા પર મળશે 500 રૂપિયાનું ઈનામ, ગડકરીએ જણાવ્યુ કેવી રીતે આ મેળવવું

  • શહેરોમાં લોકો ઘણીવાર તેમની કાર અને વાહનો રસ્તા પર પાર્ક કરે છે, જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓ થાય છે. વાહનોની વધતી સંખ્યાને કારણે પાર્કિંગ એક મોટી સમસ્યા બની ગઈ છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ટૂંક સમયમાં ખોટા પાર્કિંગને લઈને કાયદો બનાવવામાં આવશે. જો કોઈ વ્યક્તિ રસ્તા પર ખોટી રીતે પાર્ક કરેલા વાહનની તસવીર મોકલશે તો તેને 500 રૂપિયાનું ઈનામ મળશે. સરકાર ટૂંક સમયમાં આવો કાયદો લાવવા જઈ રહી છે. બીજી તરફ ખોટી રીતે પાર્કિંગ કરનાર વાહન માલિકે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે આ માહિતી આપી.
  • એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ કહ્યું કે તેઓ રોડ પર ખોટી રીતે પાર્ક કરાયેલા વાહનોના વલણને રોકવા માટે કાયદો લાવવાનું વિચારી રહ્યા છે.
  • ગડકરીએ આ વાત કહી
  • કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, "હું એવો કાયદો લાવવા જઈ રહ્યો છું કે રસ્તા પર પાર્ક કરેલા વાહનને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. બીજી તરફ ખોટી રીતે પાર્ક કરેલ વાહનનો ફોટો મોકલનાર વ્યક્તિને 500 રૂપિયા આપવામાં આવશે.
  • મંત્રીએ એ વાત પર દુઃખ વ્યક્ત કર્યું કે લોકો તેમના વાહનો માટે પાર્કિંગની જગ્યા બનાવતા નથી. તેના બદલે તેઓ તેમના વાહન રસ્તા પર પાર્ક કરે છે.
  • હળવા સ્વરમાં નીતિન ગડકરીએ કહ્યું, “નાગપુરમાં મારા રસોઈયા પાસે પણ બે સેકન્ડ હેન્ડ વાહનો છે. આજે ચાર જણના પરિવાર પાસે છ કાર છે લાગે છે કે દિલ્હીના લોકો નસીબદાર છે. અમે તેમના વાહન પાર્ક કરવા માટે જ રસ્તા બનાવ્યા છે."

Post a Comment

0 Comments