ક્ષમા બિંદુએ 3 દિવસ પહેલા જ કરી લીધા પોતાની સાથે લગ્ન, વર વગરના લગ્નની તસવીરો વીડિયો આવ્યા સામે

  • 11 જૂનના રોજ પોતાની સાથે જ લગ્ન કરનાર ક્ષમા બિંદુએ 3 દિવસ પહેલા બુધવારે પોતાની જાત સાથે લગ્ન કર્યા હતા. ક્ષમાને ડર હતો કે 11મીએ કોઈ હંગામો થઈ શકે છે તેથી તેણે અગાઉથી લગ્ન કરી લીધા. હવે આ લગ્નની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે.
  • ક્ષમા બિંદુએ આખરે પોતાની જાતને આપેલું વચન પૂરું કર્યું અને એક ખાસ લગ્ન સમારોહમાં ગાંઠ બાંધી. લગ્ન દરમિયાન હલ્દી મહેંદીની વિધિ કરવામાં આવી હતી. ક્ષમાએ ફેરા પણ લીધા. ક્ષમાએ વડોદરાના ગોત્રી સ્થિત ઘરમાં વિધિ-વિધાનથી લગ્ન કર્યાં. જોકે આ લગ્નમાં ન તો વર હતો કે ન તો પંડિત. આ લગ્નમાં ક્ષમાના કેટલાક ખાસ મિત્રો પણ સામેલ થયા હતા.
  • ભારે વિરોધને કારણે તારીખ બદલાઈ
  • એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ પ્રકારના પ્રથમ લગ્ન છે. ક્ષમાએ અગાઉ 11 જૂને પોતાની સાથે લગ્નની જાહેરાત કરી હતી. ત્યારથી તેના ઘરે લોકોનો સતત ધસારો રહેતો હતો. આ અંગે તેના પડોશીઓએ વિરોધ કર્યો હતો. TOI અનુસાર ક્ષમાએ જણાવ્યું કે તેણે નક્કી કરેલી તારીખ પહેલા લગ્ન કરવાનું નક્કી કર્યું કારણ કે તેને ડર હતો કે 11 જૂને કોઈ તેના ઘરે આવીને વિવાદ ઊભો કરી શકે છે. ક્ષમાએ કહ્યું કે તે તેના ખાસ દિવસને બગાડવા માંગતી નથી. આથી તેઓએ બુધવારે જ લગ્ન કરી લીધા હતા.


  • ક્ષમાએ પહેલા મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ ભાજપના નેતાના વિરોધ બાદ તેઓએ ઘરે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ભારે વિરોધ બાદ પંડિતે પણ લગ્નની વિધિ કરાવવાની ના પાડી દીધી. આ પછી ક્ષમાએ ટેપ પર મંત્ર વગાડીને લગ્ન કરવાનું નક્કી કર્યું.
  • સોલોગેમી શું છે?
  • સોલોગામી અથવા ઓટોગેમી એ વ્યક્તિના પોતાની સાથે જ લગ્ન કરે છે. સોલોગોમીના સમર્થકો દલીલ કરે છે કે પોતાની જાત સાથે લગ્ન કરવું એ સ્વ-મૂલ્યની પુષ્ટિ છે. તે સુખી જીવન તરફ દોરી જાય છે. તેને સ્વ લગ્ન પણ કહેવામાં આવે છે.

  • ભારતમાં સોલોગોમીનો આ પહેલો કિસ્સો હોઈ શકે છે પરંતુ પશ્ચિમી દેશોમાં આ ટ્રેન્ડ શરૂ થયાને ઘણા વર્ષો થઈ ગયા છે. આવો પ્રથમ કિસ્સો અમેરિકામાં હોવાનું માનવામાં આવે છે જ્યારે લિન્ડા બાર્કરે 1993માં પોતાની જાત સાથે લગ્ન કર્યા હતા. તેણે તે લગ્નમાં 75 મહેમાનોને પણ આમંત્રિત કર્યા હતા અને તમામ વિધિઓ કરી હતી.

Post a Comment

0 Comments