169મી ફિલ્મમાં નવા અવતારમાં દેખાયા રજનીકાંત, ફિલ્મના ટાઈટલ અને પોસ્ટરે મચાવી દીધી સનસનાટી

  • સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતની 169મી ફિલ્મ એટલે કે થલાઈવાનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના નામ અને તેના પોસ્ટરે ચાહકોના દિલમાં સનસનાટી મચાવી દીધી છે. ફિલ્મના દિગ્દર્શક નેલ્સન દિલીપકુમાર છે. તાજેતરમાં જ આ ફિલ્મને ટાઈટલ મળ્યું છે. આ ફિલ્મનું નામ 'જેલર' હશે. નિર્માતાઓએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતી વખતે તેનું શીર્ષક જાહેર કર્યું છે. ફિલ્મના પોસ્ટરમાં લોહીલુહાણ છરી જોવા મળી રહી છે. ફિલ્મનું પોસ્ટર સન પિક્ચર્સે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું છે.
  • રજનીકાંતના ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મનું ટાઈટલ અને પોસ્ટર જોઈને લાગે છે કે તે એક એક્શન એન્ટરટેઈનર હશે. આ પોસ્ટરે ફિલ્મ પ્રત્યે ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે. આ ફિલ્મનું નિર્માણ સન પિક્ચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફિલ્મનું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે.
  • ફિલ્મના બાકીના કલાકારો અને ક્રૂ સાથે સંબંધિત સત્તાવાર માહિતી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન, શિવકાર્તિકેયન, પ્રિયંકા અરુલ મોહન, રામ્યા કૃષ્ણન અને યોગી બાબુ મહત્વના રોલમાં જોવા મળી શકે છે. જો કે કન્નડ સુપરસ્ટાર શિવરાજકુમારે પુષ્ટિ કરી છે કે તે આ ફિલ્મનો એક ભાગ છે અને રજનીકાંત સાથેનો તેમનો સીન બેંગલુરુ અને મૈસૂરમાં શૂટ કરવામાં આવશે.
  • ફિલ્મનું પોસ્ટર થયું રિલીઝ
  • આ ફિલ્મનું પોસ્ટર તમિલ અને અંગ્રેજી ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ કાર્ય સન પિક્ચર્સ સંભાળશે. શું આખી ફિલ્મ એક જ લોકેશન પર શૂટ થશે? તે અમેં નહીં પરંતુ ચાહકો પૂછે છે. તમને જણાવી દઈએ કે નેલ્સન દિલીપ કુમારની પહેલી ફિલ્મ 'બીસ્ટ' હતી જેનું શૂટિંગ એક મોલની અંદર કરવામાં આવ્યું હતું. એક ચાહકે પૂછ્યું, શું આ આખી ફિલ્મ જેલની અંદર શૂટ થશે? અન્ય એક ચાહકે લખ્યું, "નેલ્સને મોટું કામ હાથમાં લીધું છે. તે એક જ લોકેશન પર શૂટ કરશે. મતલબ કે ફિલ્મના મોટા ભાગનું શૂટિંગ એ જ લોકેશન પર થશે. તમે જેલરમાં એક મજબૂત વિલનને લડતા જોશો."
  • જણાવી દઈએ કે આ પહેલા રજનીકાંત તમિલ ફિલ્મ 'અન્નતે'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્માણ પણ સન પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં કીર્તિ સુરેશ, નયનતારા, ખુશ્બુ સુંદર, મીના અને જગપતિ બાબુ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મના પોસ્ટર પર ચાહકોની ખૂબ જ રસપ્રદ પ્રતિક્રિયા સામે આવી રહી છે.

Post a Comment

0 Comments