પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની સરકારે VIP કલ્ચરને ખતમ કરવાનો વધુ એક મોટો નિર્ણય લીધો છે. આ સંબંધમાં હવે પંજાબની જેલોમાં VIP કલ્ચરને ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માન સરકારના નવા આદેશ હેઠળ પંજાબની જેલોમાં બનેલા વીઆઈપી સેલને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જેલોમાંથી મોબાઈલ ફોન મળી આવવાના સતત વધી રહેલા મામલાઓને લઈને સરકારે કડક વલણ અપનાવ્યું છે. આ માટે પંજાબની જેલોમાં સતત સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે તેમની સરકાર બન્યા બાદ પંજાબની તમામ જેલોમાંથી 710 મોબાઈલ ફોન મળી આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, 'ભલે ગમે તે થાય, તે અને તેમની સરકાર હવે જેલની અંદરથી ચાલવાવાળા કાળા કારોબારને ચાલવા દેશે નહીં.
તમને જણાવી દઈએ કે આ દરમિયાન પંજાબની જેલોમાં તૈનાત વરિષ્ઠ અધિકારીઓ અને જેલના તમામ કર્મચારીઓને સતત ચેતવણી આપવામાં આવી રહી છે. રાજ્યના નવા વડા, માનએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, અમે કામમાં બેદરકારી દાખવનારા કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. સુધારક ગૃહ હોય કે જેલ, હવે ખરા અર્થમાં અમે તમામ ગુનેગારોને સુધારીશું.
0 Comments