અક્ષય કુમારના પુત્ર પાસે છે રેન્જ રોવર આર્યન ખાન ચલાવે છે ફેરારી, જાણો કયા સ્ટાર કિડ પાસે છે કઇ કાર

  • જ્યારે કારની વાત આવે છે તો દરેક મધ્યમ વર્ગની વ્યક્તિ ચોક્કસપણે તેના જીવનમાં એકવાર ખરીદવાની યોજના ધરાવે છે. તેને પહેલો પગાર મળતાની સાથે જ તે બચત કરવાનું શરૂ કરે છે જેથી તે આ સપનું પૂરું કરી શકે. આપણા દેશમાં કાર હોવી એ એક સ્ટેટસ ગણાય છે અને જો તમે ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવો તો જ આ શક્ય છે. પરંતુ કેટલાક બાળકો એવા છે જે ચાંદીના ચમચી સાથે જન્મે છે જેમાં સ્ટાર કિડ્સના નામ સામેલ છે. બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનો દીકરો આરવ ભલે લાઇમલાઇટથી દૂર હોય પરંતુ હાલમાં જ તે એક ઇવેન્ટમાં જોવા મળ્યો હતો. આરવ પાસે રેન્જ રોવર કાર છે જે તે અવારનવાર તેના પિતા સાથે શેર કરે છે.
  • શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પાસે એક મોંઘી કાર ફેરારી કાર છે.
  • સારા અલી ખાનને પણ મોંઘી કારનો ખૂબ શોખ છે અને તે ઘણીવાર BMWમાં જોવા મળે છે.
  • શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા તેમના પુત્ર વિયાનને ભેટમાં લુમ્બિની કાર આપી છે.
  • શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન પાસે Audi A6 કાર છે.
  • સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર ઈબ્રાહિમ ખાન તેના પિતા સૈફ અલી જેવો જ દેખાય છે. ઈબ્રાહીમ ખાન પાસે હોન્ડા CR-V કાર છે.
  • બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જાહ્નવી પાસે રેન્જ રોવર કાર છે.
  • સલમાન ખાને બહેન અર્પિતાના પુત્ર આહિલ ખાનને BMW ગિફ્ટ કરી છે.
  • અભિષેક બચ્ચને પુત્રી આરાધ્યા બચ્ચનને તેના પહેલા જન્મદિવસ પર ઓડી 8 ભેટમાં આપી હતી. જેની કિંમત 54 કરોડ છે. આ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે તે બચ્ચન પરિવાર માટે કેટલી ખાસ છે.
  • મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી પોતાની બોલ્ડ સ્ટાઇલના કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. નવ્યા ઘણીવાર મિની કોપર અથવા BMWમાં જોવા મળે છે.

Post a Comment

0 Comments