સિદ્ધુ મૂસેવાલા: આજે મારા ભાઈનો બદલો લઇ લીધો, આ તો માત્ર શરૂઆત છે... હજુ પણ તૈયાર રહો

  • લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગે પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારી છે. બંનેએ ફેસબુક પર પોસ્ટ કરીને હત્યાનું કારણ જણાવ્યું હતું. લોરેન્સ ગેંગે ફેસબુકમાં લખ્યું છે કે 'રામ રામ ભાઈ સબકો... હું અને મારા ભાઈ ગોલ્ડી બ્રારે આજે સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારી છે. આજે લોકો અમને ગમે તે કહે પણ તેણે અમારા ભાઈ વિકી મિદુખેડાની હત્યામાં મદદ કરી. આજે અમે અમારા ભાઈનો બદલો લીધો છે.
  • મેં જયપુરથી ફોન કરીને કહ્યું કે તમે ખોટું કર્યું છે. ત્યારે એણે મને કહ્યું કે મને કોઈની પરવા નથી તમે જે કરી શકો તે કરો. હું પણ ગન રિલોડ કરી રાખું છું. અને આજે અમે અમારા ભાઈ વિકીનો ન્યાય કર્યો છે. આ તો માત્ર શરૂઆત છે... આ હત્યામાં જે પણ સામેલ હતા તેમણે તૈયાર રહેવું જોઈએ અને મીડિયા જે કહી રહ્યું છે કે એકે-47થી ફાયરિંગ થયું છે તે બિલકુલ ખોટું છે. ફેક ન્યૂઝ ન ચલાવો. આજે આપણે બધા ભ્રમ સાફ કર્યા છે. જય... બલકારી...
  • ગોલ્ડી બ્રારનું ફેસબુક પેજ
  • રામ રામ સરાય ભાઈ નૂ સત શ્રી અકાલ... આહ જેડા સિદ્ધુ મૂઝવાલે દા કમ હોય એહદી જવાબદારી મેં ગોલ્ડી બ્રાર, સચિન બિશ્નોઈ ધાતરવાલી, લોરેન્સ ગ્રુપ લેન હું. એહ સાદે ભાઈ વિકી મિડદુખેડા તે ગુરલાલ બ્રાર દે હત્યા વિચ ઇસદા નામ આન દે બાદ ભી પોલીસે કોઈ કાર્યવાહી નઈ કીતી નવા તે સાડે ભાઈ અંકિત ભાદુ દે એન્કાઉન્ટર વિચ વી ઇસદા હાથ સી... એહ સાદે ખિલાફ ચલદા સી દિલ્લી પુલિસને મીડિયા વિચ ઇસકા નામ રાખીયા સી પછી પણ તે પોતાના પાવરથી બચી રહ્યો હતો તેથી જ કોઈ પગલાં ન લેવાયા...
  • બંબીહા ગેંગની ધમકી - બે દિવસમાં બદલો લેશે
  • બીજી તરફ ગેંગસ્ટર દવિન્દર બંબીહા ગેંગે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોરેન્સ બિશ્નોઈ ગેંગને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગેંગે કહ્યું કે સિદ્ધુ બે દિવસમાં મુસેવાલાની હત્યાનો બદલો લેશે. તે નિર્દોષ હતો. તેને કોઈપણ ગેંગસ્ટર જૂથ સાથે કોઈ લેવાદેવા ન હતી.
  • માણસામાં થઇ હત્યા
  • પ્રખ્યાત પંજાબી ગાયક, રેપર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની રવિવારે સાંજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો બે કારમાં આવ્યા હતા. આ હત્યા ત્યારે કરવામાં આવી જ્યારે સિદ્ધુ તેની થાર કારમાં બે સાથીઓ સાથે માણસાના જવાહરકે ગામ થઈને ખારા-બરનાલા ગામ જઈ રહ્યા હતા. હુમલામાં તેના બે સાથીઓ ઘાયલ થયા છે જેમને પટિયાલા રાજીન્દ્રા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પંજાબી રેપરની સુરક્ષા ચાર પોલીસ બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવી હતી. આમાંથી બે સુરક્ષા કર્મચારીઓને પંજાબ સરકારે પાછા બોલાવ્યા હતા.
  • ઘટના સમયે બંને સુરક્ષાકર્મીઓ સાથે ન હતા. સિદ્ધુ હંમેશા બુલેટપ્રુફ વાહન ચલાવે છે પરંતુ રવિવારે સાંજે તે પોતાની થાર જાતે ચલાવતા હતા. જોકે થારના કાચ બુલેટપ્રુફ ન હતા. કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે હત્યાની જવાબદારી સ્વીકારી છે. તે ઉત્તર ભારતના પ્રખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની નજીક છે. લોરેન્સ હાલ રાજસ્થાનની અજમેર જેલમાં બંધ છે. થોડા સમય પહેલા લોરેન્સના નજીકના સાથી વિકી મિદુખેડાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં સામેલ શૂટરોને મૂસેવાલાના મેનેજર દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો.

Post a Comment

0 Comments